તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રામાણિકતા:યુવાનને મળેલો 90 હજારનો મોબાઇલ પોલીસને સોંપી પ્રામાણિકતા દાખવી

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય નવયુગ સંસ્થાના ગાંધીધામ શહેર અધ્યક્ષ ઞૌરક્ષક કિરણભાઈ ગોવિંદભાઇ પ્રજાપતિને ગાંધીધામ મામલતદાર કચેરીની બાજુમાંથી આશરે રૂ.90,000હજાર ની કિંમતનો એપલ એક્ષ મોબાઇલ ફોન મળ્યો હતો. તેમણે એ ડિવિઝન પોલીસ મથકે જઇ ને પોલીસકર્મી શંકરભાઈ આહીરને સોંપી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.

તેઓ જેનો હશે તેનો ફોન આવશે એવી રાહ જોઈ રહ્યા હતા પણ 30 મિનિટ સુધી કોઇ ફોન નહીં આવતા સીમ કાર્ડ ચેક કર્યું હતું પરંતુ સીમ કાર્ડ ન હોવ થી કોઈ સંપર્ક નહીં થાય તેમ વિચારીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો. આ ફોન જેનો હોય તેમણે એ-ડિવિઝન પોલીસ મથક ગાંધીધામનો સંપર્ક કરી લઇ લેવા પોલીસે પણ અપીલ કરી હતી. પોલીસે ઇમાનદારીનો દાખલો બેસાડનાર કિરણભાઇને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...