તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પડાણાના યુવાનને કોરોના વચ્ચે ડેન્ગ્યુ ભરખી ગયો ?

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં 4 અપમૃત્યુ નોંધાયા
  • મેઘપર (બો) માં કોમ્પલેક્ષમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

ગાંધીધામના પડાણા ગામમાં રહેતા યુવાનનો ભોગ કોરોના મહામારી વચ્ચે ડેન્ગ્યુએ લીધો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે જેમાં પડાણા રહેતા 30 વર્ષીય ધર્મેન્દ્રસિંઘ અમરનાથને લઇ નિલેશ હુંબલ રામબાગ હોસ્પિટલ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબ એ.કે.શ્રીવાસ્તવને તેણે યુવાનનું મોત ડેન્ગ્યુને કારણે થયું હોવાની જાણ કરી હતી.

એક તરફ અત્યારે જ્યારે કોવિડ-19 વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે આ કહેરની વચ્ચે વરસાદ બાદ પાણીજન્ય રોગ ગણાતા ડેન્ગ્યુ મહામારીએ એક યુવાનનો ભોગ લીધો હોવાનું મૃતક સાથે આવેલા વ્યક્તિએ જણાવતાં આ ઘટનાએ ચોંકાવી દીધા છે. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ સુતરિયાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડેન્ગ્યુના કેસ વરસાદ પછી જોવા મળે છે.

તો અંજારના મેઘપર બોરીચીમાં આવેલા ઉમિયા કોમ્પલેક્ષમાથી ગત રાત્રે 25 વર્ષીય લાગતા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેમને 108 મારફત રામબાગ હોસ્પિટલ લઇ અવાયો હતો. ફરજ પરના તબીબે આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો મીઠરોહરમાં પાટિદાર વિનિયર કંપનીમાં રહેતા 39 વર્ષીય અભય અધીરભાઇ પાત્રાએ સવારે 8:30 પહેલાં કોઇ પણ સમયે ભીખાભાઇ વાલાભાઇ ચાવડાના ખેતરમાં લીમડાના ઝાડમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લઇ આયખું ટુંકાવી લીધું હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. આપઘાત કરી ફાની દુનીયાને અલવીદા કહી દેતા પરીવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું.

ટ્રક રિપેરિંગ વેળાએ રિલીંગ છટકી ’ને મોત
મીઠીરોહર પાસે આવેલા શંકર ટિમ્બરમાં રહેતા 30 વર્ષીય રમસીંગ બિરબલ ગુર્જર ટ્રક રીપેરિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક રિલીંગ છટકતાં તેની છાતીમાં અથડાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને પ્રથમ ડો.હેમાંગ પટેલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...