તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પડાણામાં આઇસ ફેક્ટરીના ધાબા ઉપરથી પડતાં યુવાનને કાળ આંબ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકુલમાં અકસ્માતે મોતની ત્રણ ઘટના નોંધાઇ
  • જવાહરનગરમાં પેપરની રીલ પડતાં કામદાર મહિલાનું મોત

ગાંધીધામગાંધીધામ નજીક પડાણા પાસે આવેલી આઇસ ફેક્ટરીના ધાબા ઉપરથી પડી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું,જવાહરનગર પાસે આવેલા પેપર પ્લાન્ટમાં પેપર રીલ પડતાં નીચે ઉભેલી મહીલાનું ગંભીર ઇજાઓને કારણે મોત નિપજ્યું હતું. તોબે દિવસ પહેલાં પડાણા-ભીમાસર રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે જીવ ગુમાવનાર હરિયાણાનો યુવાન હોવાની ઓળખ થઇ છે.

આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, પડાણાની પંચરત્ન માર્કેટ પાછળ આવેલી બરફની ફેક્ટરીમાં રહેતો 35 વર્ષીય શેશનાથ કંચન સહાની ગત રાત્રે 12 વાગ્યે ધાબા ઉપરથી નીચે પડી ગયો હતો જેમાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. ભુપેન્દ્રકુમાર સહાની રામબાગ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તબીબે પોલીસને જાણ કરતાં વધુ તપાસ પીએસઆઇ જી.કે.વહુનિયાએ હાથ ધરી છે.

ગાંધીધામ નજીક આવેલા જવાહરનગર પાસે આવેલા તિરૂપતિ કાસ્ટ પેપર પ્લાન્ટમાં આજે સવારે 11:45 ના અરસામાં ઉપરથી પેપર રીલ પડતાં નીચે ઉભેલા આદિપુરના દુબઇ ટેક્ષ્ટાઇલ ખાતે રહેતા 26 વર્ષીય કોમલ ધર્મરાજ બુધ્ધીલાલ મીનાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેણે દમ તોડયો હતો.

પીએસઆઇ જે.એન.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે. આ બનાવથી ગાંધીધામ સંકુલમાં કાર્યરત કંપનીઓમાં સેફ્ટી બાબતનું કોઇ ધ્યાન ન આપતું હોવાનું પણ સામે આવ્યું છે. તો પડાણા ભીમાસર રોડ પર એક્વાજેલ કંપની પાસે તા.3/7 ના સાંજે અજાણ્યા વાહન અડફેટે રસ્તો ક્રોસ કરી રહેલા મુળ હરિયાણાના 47 વર્ષીય વેદપ્રકાશ ભુપસિંહ દિવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું જેમાં ઓળખ થયા બાદ મૃતકના કાકાઇ ભાઇ અજિતસિંઘ રામકુમાર દિવાને બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...