તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતના છેવાડે કચ્છ જિલ્લામાં આવેલા ગાંધીધામમાં રહેતી પ્રિયંકા ગૌતમ શર્માએ ઉતરપ્રદેશના અયોધ્યામાં યોજાયેલા એવોર્ડ કાર્યક્રમમાં ભાગ લઈને તેના મુખ્ય ટાઈટલ ‘મીસ ઉતરપ્રદેશ એરા 2021’ ને હાંસલ કર્યું હતું. યુપીના અયોધ્યામાં ગત પખવાડીએ મી. અને મીસ ઉતરપ્રદેશ એરા 2021નું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી 60 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેના ગ્રાન્ડ ફિનાલેમાં ગાંધીધામમાં રહેતી પ્રીયંકા શર્માએ બાજી મારી અને મુખ્ય ટાઈટલ ‘મીસ ઉતરપ્રદેશ એરા’ ને અંકે કર્યું હતું.
આયોજનમાં બોલીવુડ અને ટીવીસ્ટાર્સ સહિતના જજ તરીકે હતા. ખિતાબ અંકે કરતા ખુશી વ્યક્ત કરતા તેણે સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક ક્ષેત્રે કાર્ય કરવાની ખેવના વ્યક્ત કરી હતી, અત્યારે તે પોતે જે કાંઈ છે તે તેમના માતા પિતાને સમર્પિત હોવાનું જણાવ્યું હતું. આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સીરકત કરવા માંગતી હોવાનું લક્ષ્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જેના થકી તે અન્યો માટે પ્રેરણા રુપ બનવા માંગે છે. આયોજનમાં ટેલેન્ટ, કલ્ચર, ફીટનેસ, ગ્રુમીંગ મળીને ચાર રાઉન્ડ હતા. જે તમામમાં સારો દેખાવ કર્યો હતો. ગુડ્ડુ રુપાણી, શાહેબ આલમ, શયાના શુરાના, સાગર આનંદ, રાહુલ સન્ની યાદવનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.