તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:શિણાયમાં એઠવાડ ફેંકવા મુદ્દે મહિલાને પડોશીએ ધોકો ફટકાર્યો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાંધીધામ સંકુલમાં મારામારીની ઘટના રોજિંદી બની રહી છે
  • જગજીવનનગરમાં ગાળો બોલવાની ના પાડતાં યુવાનને છરી મરાઇ

ગાંધીધામ સંકુલમાં મારામારી અખને હુમલાની ઘટના જાણે રોજિંદી બની રહી છે જેમાં ગઇ કાલે ત્રણ ઘટના બાદ આજે બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. શિણાયના મુસ્લીમવાસમાં રહેતા 22 વર્ષીય જુસબ સાલેમામદ સોઢાએ ફરિયાદ નોંધાવી છે કે, ગત સાંજે તે પોતાના ઘરે હતા ત્યારે તેમના પત્ની સાથે બે દિવસ પહેલાં બોલાચાલી બાબતે વાત થતી હતી ત્યારે જ પડોશમાં રહેતો હુસેની તેમના ઘરની બહાર ઉભી એઠવાડ ફગાવવા મુદ્દે ગાળો આપી રહ્યો હતો.

જેમાં તેના પત્નીએ બહાર આવીને ગાળો બોલવાની ના પાડતાં હુશેનીએ તમની પત્નીના માથામાં ધોકો ફટકારી ઇજા પહોંચાડી હતી. રાડો રાડ થતાં ફકીર સોઢા, રફિક સોઢા અને ઝરીનાબેન પણ આવી ગયા હતા અને તેમણે પણ ધક્કામુક્કી કરી ઇજા પહોંચાડી હતી. આદિપુર પોલીસે ચાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તો જગજીવનનગર ખાતે રહેતો 20 વર્ષીય જયેશભાઇ મોહનભાઇ આયડી ગત રાત્રે લીલાશાહ કુટિયામાં સારવાર લઇ રહેલા તેમના દાદાને દવા આપી ઘરે જઇ રહ્યો હતો ત્યારે તેના ઘરની ગલી પાસે બાદલ સામજી દેવરિયા ગાળો બોલી રહ્યો હતો જેને ગાળ બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ છરીનો ઘા કર્યો હતો જેમાં તેઓ ખસી જતાં તેમને બાવડામાં છરી લાગતાં ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...