તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પારિવારિક તકરારમાં 11 જણાએ ઘરે આવી મહિલાને માર માર્યો

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીરા ખાતે ઝઘડાનું મનદુ:ખ રાખી યુવાનને માર મરાયો

ગાંધીધામમાં શક્તિનગરમાં છૂટાછેડા બાદ પારિવારિક તકરારમાં 11 લોકોએ કુહાડી સાથે ઘરમાં પ્રવેશ કરી કુહાડી બતાવી ધાકધમકી કર્યા બાદ મૂઢ માર માર્યો હોવાની ,તો વીરા ખાતે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી યુવાનને ઢીકાપાટુનો માર મરાયો હોવાની ફરિયાદ કંડલા મરિન પોલીસ મથકે નોંધાઇ છે.

ગાંધીધામના શક્તિનગરમાં કેપીટી શોપિંગ સેન્ટર પાસે રહેતા 36 વર્ષીય દીપાબેન રાકેશભાઈ સુગવાનીએ આરોપી જતન સુગવાની, અમીત સુગવાની, સુનિલ સુગવાની, કિશોર કરમચંદાની, ખુશી સુગવાની, ખુશીની માતા લક્ષ્મીબેન, ખુશીના મામા-મામી, ખુશીનો ભાઈ, કાકીસાસુ સુરીબેન સુગવાની તેમજ સાસુ મોહિની સુગવાની વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ઘરના મેઈન ગેટનું અંદરનો લોક તોડી અપપ્રવેશ કર્યો હતો. કૂહાડી બતાવીને ધાકધમકી કરી હતી.

ઘરમાં આવીને મહિલાને મુઢ મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ મહિલાના છૂટાછેડા થઈ ગયા બાદ ચાલતા પારિવારીક વિવાદને કારણે બનાવ બન્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તો વીરાના બોરીચાવાસમાં રહેતો 29 વર્ષીય રમેશ લાખાભાઇ વાળા ગત રાત્રે બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે વીરા પ્રાથમિક સ્કુલ પાસે ડમ્પર લઇને જઇ રહેલો હર્ષદ કરશનભાઇ ઝરૂ તેને જોઇ ડમ્પર રોકી ટામી લઇને નીચે ઉતર્યો હતો અને અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...