તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કંડલામાં પવનચક્કીમાં 58 લાખનું નુકશાન થયું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોર ક્લીપ ટ્રેઇલરમાં ટકરાતાં બની ઘટના

કંડલામાં બેદરકારી પૂર્વક ફોરક્લીપ ચલાવનાર ચાલકે ટ્રેઇલરમાં ટક્કર માર્યા બાદ ટ્રેઇલર પવનચક્કીના પાંખડામાં ટકરાતાં અંદાજિત રૂ.58 લાખનું નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ લોજિસ્ટિક કંપનીમાં ફરજ બજાવતા સુફીયા મેન પાવર સિક્યુરિટીના વોચમેને કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે.

ખારીરોહર રહેતા અને કંડલા પોર્ટના પ્લોટ નંબર 14 માં તેઓ વોચમેન તરીકે ફરજ બજાવતા ઇસ્માઇલ મુસા જંગીયાએ નોંધાવેલી ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, બનાવ તા.19/6 ના રોજ મધરાત્રે 1 વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં તેમની કંપનીમાં પડેલી લોખંડની સાંકળો ફોરક્લીપ વડે ટ્રેઇલરમાં ભરી રહ્યા હતા ત્યારે ફોરક્લીપના ચાલકની બેદરકારીથી ટ્રેઇલરમાં ટક્કર લાગતાં ટ્રેઇલર સ્લીપ થઇ કંપનીની પવનચક્કીની પાંખડીમાં ભટકાતાં અંદાજે રૂ.58,00,000 નું નુકશાન પહોંચ્યું હતું. આ ઘટના બાબતે તેમણે કંપનીના સમીરસિંહ પ્રવિણસિંહ ગૌતમને વાત કર્યા બાદ ચર્ચા કરાયા પછી આ ફરિયાદ તેમણે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...