તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ દિવસ:BSF કમાન્ડન્ટના પત્નીએ કેમ્પમાં ઊભું કર્યું મિની ફોરેસ્ટ

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘નાના જંગલો’ ઉભા કરવાની વ્યક્ત કરી નેમ

ગાંધીધામના ભાગોળે આવેલા દેશના રખેવાળ બીએસએફની 150મી બટાલીયનના કેમ્પમાં કમાન્ડંટના પત્નીના પ્રયાસોથી ‘મીની ફોરેસ્ટ’ ઉભુ કરવામાં આવ્યું છે, તો કૃમી ખાતરનું નિર્માણ કરીને લોકોને શીખવીને એક લાંબી ચાલનારી પ્રક્રિયાને શરૂ કરવામાં પણ તેમનું મહત્વપુર્ણ યોગદાન સાબીત થઈ રહ્યું છે.

ગળપાદર બીએસએફ કેમ્પના કમાન્ડન્ટના પત્ની આરતીબેન જનાર્દનએ વૃક્ષારોપણની ગાંધીધામ અને તેની આસપાસમાં ખુબ જરૂર હોવાનું લાગતા ‘મિની ફોરેસ્ટ’ બનાવવાનું ગત વર્ષે શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે 60 ફુટ લાંબા અને 80 ફુટ પહોળા નાના જમીનના પટ્ટામાં પહેલા 20 જેટલા વૃક્ષો હતા, ત્યાં હવે દોઢસો જેટલા વૃક્ષો લગાવાયા છે. જે આગળ જઈને એટલુ ઘટાદાર નાનુ જંગલ બનશે, કે તેની અંદર ચાલી શકવું પણ અઘરુ પડે. તેઓ હાલ કોટા અને ગાંધીધામ આમ બંન્ને સ્થળોએ વિવિધ ક્ષેત્રે કાર્યરત છે.

મુળ રુપે શિક્ષક તેમણે જ્યારે બાળકોને પુરતુ પોષણ અને શિક્ષાની વ્યવસ્થા ન મળતી જોઇ તો ઝુપડપટ્ટીમાં તે માટે કાર્ય આરંભ્યું હતુ. બીએસએફ વાઈફ્સ વેલ્ફેર એસો. માં 20 વર્ષેથી તે સક્રિય છે. બીએસએફ કમ્પાઉન્ડ દ્વારા આ કાર્યમાં સહયોગ આપીને પ્રોત્સાહન પુરુ પાડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ગાંધીધામમાં ઠેર ઠેર આ પ્રકારના નાના જંગલો હોય તો શહેરમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને લોકોને બીમારીઓથી દુર લઈ જઈ શકાય, તે પ્રોજેક્ટમાં આગામી કાર્ય કરવા માંગે છે. બીએસએફ કમાન્ડન્ટ જનાર્દનએ જણાવ્યું કે આ પ્રકારના પ્રયાસોથીજ વધુ સારા દેશ અને સમાજના નિર્માણ તરફ આપણે આગળ વધી શકીયે તેમ છીએ.

કૃમિ ખાતર બનાવતા મહિલાઓ, સંગઠનોને શીખવી પગભર બનાવ્યા
કેટલીક વસ્તુઓ જેવા કે ઉપયોગમાં આવેલા ફુલ, પતાઓ, ગોબર સહિતના વેસ્ટને મીશ્ર કરીને બે મહિના સુધી એક પ્રક્રિયામાંથી પસાર કર્યા બાદ તે સારી ગુણવતાના ખાતરમાં પરીવર્તીત થઈ જાય છે. જેને બનાવવાની પ્રક્રિયાને આરતીબેનએ કોટા અને ગાંધીધામમાં બીઍસએફ જવાનોની પત્ની અને સીઆઈએસએફ જવાનોને પણ શીખવ્યું હતુ. જેના કારણે કચરાનું ડમ્પીંગ પણ ઓછુ થાય છે, તેમજ તેનો સદઉપયોગ કરીને પર્યાવરણના સંવર્ધનમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ ખાતર નિર્માણની પ્રક્રિયાને સ્વિકારીને કેટલીક મહિલાઓએ આર્થિક ઉપાર્જન પણ મેળવીને પગભર બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...