તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પત્નીએ પતિને બીજી સ્ત્રીના ઘરેથી પકડ્યો તો માર પડ્યો

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્નીએ પતિ અને ‘વોહ’ સામે ફરિયાદ નોંધાવી

ગાંધીધામમાં પતિ મોડે સુધી ન આવતાં તેને ગોતવા નિકળેલી પત્નીને પતિ બીજી મહિલાના ઘરમાંથી મળતાં અહીં કેમ આવ્યા છો કહેતાં પતિ અને બીજી મહિલાએ પત્નીને ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

સામાજિક તાણાવાણામાં અવારનવાર સાંસારીક જીવનમાં પતિ, પત્ની અને વોહના કિસ્સાઓ બહાર આવતા હોય છે. આવા જ એક કિસ્સામાં કાર્ગો ઝૂંપડા આઝાદનગર મચ્છી માર્કેટ પાસે રહેતા જમુબેન મોહનભાઇ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે, બનાવ ગત રાત્રે બન્યો હતો જેમાં તેમના પતિ મોહનભાઇ સવાભાઇ ચાવડા ઘરે પરત ન આવતાં તે પોતાના નણંદ મમતાબેન જોડે પતિને શોધવા ગયા હતા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે તેમનો પતિ શોભનાબેન દેવીપૂજકના ઘરે બેઠો છે. ત્યાં જઇને પતિને જમુબેને અહીં કેમ બેઠા છો કહેતાં શોભનાબેને તારો પતિ અહીં જ બેસશે તેમ કહેતાં જમુબેને બીજાના સંસાર શુ કામ બગાડો છો કહેતાં તેના પતિ મોહને ઉશ્કેરાઇ જઇ ગોળો બોલવા લાગતાં જમુબેનના નણંદ મમતા બેને ગાળો બોલવાની ના પાડતાં મોહને બન્નેને ધક બુશટ અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો