ભુજ:પતિને મારવાની ધમકીથી પત્નીએ ફિનાઇલ પીધું

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીઠીરોહર ખાતે પોલીસ કેસ હોવા છતાં હાજર કેમ નથી થતો તેમ કહી પોતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી એક શખ્સે આપતાં પત્નીએ ફિનાઇલ ગટગટાવી લીધું હોવાની ફરિયાદ મથકે નોંધાઇ છે. મીઠીરોહરના ઇમામ ચોકમાં રહેતા હસીનાબેન રમઝાનભાઇ ત્રાયા ગત બપોરે 12 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા તે દરમિયાન ગામમાં જ રહેતો ઇસ્માઇલ સુમાર સોઢા તેના ઘર પાસે આવ્યો હતોઅને તારા ઘરવાળા વિરુધ્ધ મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે કેમ હાજર નથી રહેતો તેના જવાબમાં હસીનાબેને પતિ બહાર હોવાને કારણે હાજર નથી રહ્યા આવશે એટલે હાજર કરીશું તેવો જવાબ આપતાં ઇસ્માઇલ સોઢાએ ગાળો આપી તેમના પતિને મારી નાખવાની ધમકી આપતાં લાગી આવતાં ફિનાઇલ પી લીધું હતું. તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી.ભાનમાં આવતાં તેમણે આ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...