તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:શિણાય ડેમની જળ સંગ્રહ શક્તિમાં 90 કરોડ લીટરનો વધારો થશે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેમને 7 એપ્રિલના તોડીને માટી કાઢવાનું કામ શરૂ કરાયું હતું

કચ્છ શાખા નહેરની સાંકળ 231 થી 245 કિ.મી. વચ્ચે હાઇ બર્કીંગના બાંધકામ માટે અંદાજે 12 લાખ ઘનમીટર માટીના જથ્થાની જરૂરીયાત હતી, તે પૈકી, 3 લાખ ઘનમીટર માટીનો જથ્થો માર્ચ-2021 સુધીમાં નજીકના ઉપલબ્ધ અન્ય બોરો એરિયામાંથી મેળવવામાં આવેલ. ત્યારબાદ બાકી રહેતા 9 લાખ ઘનમીટર માટીનો જથ્થા માટે વૈકલ્પિક સ્ત્રોતના અભાવે શિણાય ડેમનો વેસ્ટ વિયર તા.07 એપ્રિલના તોડી પાણી ખાલી કરવામાં આવ્યો હતો. હવે તેની સંગ્રહ ક્ષમતામાં 90 કરોડ લીટરનો વધારો થયાનો દાવો કરાયો છે.

શિણાય ડેમના બોરો એરિયામાંથી માટી ઉપાડવાનું ચાલુ કરાવ્યું હતું. તા.15-6ની સ્થિતિએ કુલ 9 લાખ ઘનમીટર માટીના જથ્થા પૈકી 7 લાખ ઘનમીટર માટીનો જથ્થો ઉપાડી નહેરનું બાંધકામ આગળ ધપાવવામાં આવ્યું છે. પ્રતિદિન 15000 ઘનમીટર માટી ઉપાડવામાં આવી હતી. નહેરના પાળાના બાંધકામના માટીકામમાં 11 એસ્કેવેટર, 49 ડમ્પર અને તેને આનુષંગિક મશીનરી મારફતે શિણાય ડેમમાંથી માટી ઉપાડવાનું કામ ચાલું છે. બાકી રહેલ 2 લાખ ઘનમીટરનું માટીકામ પણ ચોમાસા પુર્વે પૂર્ણ કરવાનું આયોજન છે.

માટીની જરૂરીયાત પૂરી કરવા શિણાય ડેમનું જળાશય ઉંડુ કરાતા, તેની જળસંગ્રહ ક્ષમતામાં 90 કરોડ લીટરનો વધારો થશે. ચોમાસામાં શિણાયડેમમાં વધુ પાણીનો સંગ્રહ થવાથી, ખેડૂતો, માલધારીઓ, લોકોમાં ખુશીની લાગણી જન્મી છે.

લોકોના વિરોધ વચ્ચે ડેમ ખાલી કરાયો
શિણાય ડેમમાં અંદાજે 16 ફુટ જેટલું પાણી હતું.જેને લઇને આસપાસના ખેડૂતોને પણ પાણીની જરૂરીયાત સંતોષાય તેવો દાવો કરાયો હતો. પરંતુ લોકોના વિરોધ વચ્ચે સરકારે નહેરના કામ માટે માટીનો ઉપયોગ અહીંથી થાય તે માટે ડેમમાંથી પાણીના નિકાલનું પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...