તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:પાણી વિતરણની ગાડી પાટા પર આવતી નથી, સમયસર પાણીની આપેલી સૂચના કાગળ પર

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના સભ્યો ભોંઠા પડે છે

ગાંધીધામ નગરપાલિકાને અંદાજે 33 એમએલડી જેટલું પાણી આપવામાં આવી રહ્યું છે. ઉનાળો શરૂ થતાં અંદાજે સાડા ત્રણ લાખ વસ્તીને પાણીની જરૂરીયાત વધતાં વધુ પાણીનો પુરવઠો મળે તે માટે પાલિકાના સત્તાધિશો કમર કસી રહ્યા છે. સાથે સાથે જે તે વિસ્તારોમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો મળી રહે છે તેનું મોનીટરીંગ કરી રહ્યા છે. પરંતુ પાણી વિતરણ વ્યવસ્થાની કોઇ ખામીને કારણે લોકોને સમયસર અને પુરતા પ્રમાણમાં પાણી મળે તેવી વ્યવસ્થાની ગાડી પાટા પર હજુ આવી ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણી, ઉપપ્રમુખ બળવંત ઠક્કર અને તેની ટીમ દ્વારા શહેરીજનોને પીવાનું પાણી જે મળતું નથી તેવી ફરિયાદ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા ટોચ અગ્રતા આપવામાં આવી છે. વાલ્વમેનો તથા પદાધિકારીઓ સાથે આ આગેવાનોએ બેઠક યોજ્યા પછી પાણીની સ્થિતિ સુધરશે તેવો આશાવાદ ઉભો થયો હતો. પરંતુ જોઇએ તેવું ધાર્યું પરીણામ હજુ આવ્યું હોય તેમ જણાતું નથી.

હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારમાં ચૂંટણી પહેલાથી પાણીની સમસ્યા વિકટ બની છે. તેમ છતાં કોઇ પ્રશ્ન ઉકેલાયો નથી. 5-એ,બી સહિતના વિસ્તારમાં પણ પાણી લાંબા સમયથી મળતું નથી. લોકો રજૂઆત કરીને થાકી ગયા છે. તેમ છતાં પાલિકા ઉકેલ લાવી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો