તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક નુકશાન:હોટલ, રેસ્ટોરન્ટ વગેરેને માફીના પગલે પાલિકાની તિજોરીમાં 60 લાખ ઘટશે

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના પગલે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ પછી શરૂ થઇ
  • સંકુલમાં 100 હોટલ, 43 રેસ્ટોરન્ટ, 4 મલ્ટીપ્લેક્ષ, 8 જીમ્નેશીયમનો થતો સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા કોરોનાને લઇને છૂટછાટો જાહેર કરવામાં આવી છે. જેમાં મિલ્કત વેરાનો સમાવેશ થાય છે. ગાંધીધામ નગરપાલિકાના ચોપડે અંદાજે 65 હજારથી વધુ મિલ્કતો બોલી રહી છે. જેમાં આપવામાં આવેલી છૂટછાટ મુજબ તાળવણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તેને લઇને 100 હોટલ, 43 રેસ્ટોરન્ટ, 4 મલ્ટીપ્લેક્ષ, 8 જીમ્નેશીયમને મિલ્કત વેરામાં લાભ મળશે. જેનો અંદાજે આંકડો 60 લાખથી વધુ થવા જાય છે. આ અંગેનો રિપોર્ટ પણ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં કોરોનાના પગલે વેપારી સહિતના લોકોને આર્થિક નુકશાન મોટા પાયે સહન કરવું પડ્યું છે. લોકડાઉનને પગલે ધંધારોજગારને વ્યાપક અસર પડતાં ગુજરાન કેમ ચલાવવું તેની મથામણ શરૂ થઇ ગઇ છે. સરકાર દ્વારા આપવામાં આવેલી મિલ્કત વેરામાં માફીની જાહેરાતના પગલે પાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાના સંકેત મળી રહ્યા છે. સરકારની સૂચનાના પગલે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ અંગેની મોટા ભાગની વિગતો એકત્ર કરીને મોકલી દેવામાં આવી છે. જાણકારોના મત મુજબ સરકાર દ્વારા જે તે સંસ્થાઓને ત્યાર બાદ જેટલા ટેક્ષની રકમની માફી થઇ હશે તે સરકાર ચૂકવી આપશે.

પાણી, લાઇટ બીલ વગેરે વેરા ભરવાના રહેશે
સરકાર દ્વારા માત્ર પ્રોપર્ટી ટેક્ષમાં જ માફી આપી છે. જેને લઇને જે તે મિલ્કત ધારક પાસેથી અન્ય વેરાઓ જેવા કે સફાઇ, પાણી, દિવાબત્તી વગેરે લેવાના થશે તે લેવામાં આવશે. જ્યારે એપ્રિલ મહિના બાદ નવા નાણાંકીય વર્ષથી તબક્કાવાર 10 ટકા રાહતની જોગવાઇ કરવામાં આવેલી છે જેનો બે મહિનામાં ઘણા મિલ્કત ધારકોએ લાભ લીધો છે. જેમાં હોટલ, રેસ્ટોરેન્ટ કે અન્ય માફીને લાયક છે તેને આગલા વર્ષે વેરો મજરે લેવાશે તેવું પણ ચિત્ર હાલના તબક્કે જણાઇ રહ્યું છે.

વેરાની વસૂલાત વેગવાન બનાવવી પડશે
દર વર્ષે વેરા વસૂલાતના લક્ષ્યાંકને પાર પાડવા માટે શરૂઆતના તબક્કે બે-ત્રણ મહિના તો 10 ટકા રાહતની જોગવાઇમાં નિકળી જતા હોય છે. ત્યાર બાદ તબક્કાવાર પગલા ભરીને પાલિકાની તિજોરીમાં વેરાની વસૂલાત આવે તે માટે અત્યારથી પદાધિકારીઓએ મનોમંથન કરવાની જરૂર છે. 40 ટકાથી વધુ વસૂલાત થતી ન હોવાથી ચિંતાનો વિષય એટલા માટે છે કે, સ્વભંડોળમાં પુરતી આવક થતી ન હોવાથી કેટલીક વખત સ્વભંડોળના કામો કરવા કોઇ તૈયાર થતું નથી. જેને લઇ જે તે વિસ્તારના વિકાસ કામોને પણ વ્યાપક અસર પડતી હોય છે. કોન્ટ્રક્ટરો સામાન્ય રીતે ગ્રાન્ટના કામોમાં જ વધુ રસ એટલા માટે દાખવતા હોય છે કામ પુરા થયા પછી પેમેન્ટ મળી જતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...