બેદરકારી:વિરાણી-ફુલાય રોડ તો બન્યો પણ માઇલસ્ટોન આવી રીતે લખાણ વગરના જ રાખી દેવાયા !

નાના અંગિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાંબા સમયથી ખખડી ગયેલા વિરાણીથી ફુલાય સુધીના ડામર રોડનું નવીનીકરણ તો થોડા સમય પહેલા થઇ ગયું. સાથે સાથે ડાયવર્ઝનના સાઈન બોર્ડ પણ મુકાઈ ગયા અને માઈલ સ્ટોન પણ લગાવી દેવામાં આવ્યા છે. પણ માઈલ સ્ટોન પર હજી સુધી ગામના નામ અને અંતર લખવાનું બાકી રાખી દેવામાં અાવ્યુ છે ! આવનાર બીજા ગામનું અંતર કેટલા કિલોમીટર બાકી રહ્યું, તેમજ હવે ક્યો ગામ આવશે તે માઈલ સ્ટોન પર લખાયેલ વિગત પરથી જાણી શકાતું હોય છે, ખાસ કરીને અજાણ્યા વાહન ચાલકો માટે આ સગવડ જરૂરી છે. તેથી આ રોડ પર લગાડવામાં આવેલ માઈલ સ્ટોન પર જરૂરી વિગતો લખવામાં આવે તેવી વાહન ચાલકોએ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...