તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વીજ ટાવરમાંથી 1.20 લાખની ચોરી કરનાર ત્રણને ગ્રામજનોએ પકડ્યા

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારના રામપરમાં ઉલટી ગંગા જેવો તાલ સર્જાયો: પકડ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, કંપનીએ ફરિયાદ નોંધાવી

અંજાર તાલુકાના રામપર ગામની સીમમાં જાગૃત ગ્રામજનોએ વીજ ટાવરમાંથી ચોરી કરી રહેલા ત્રણ શખ્સને રૂ.1.20 લાખના ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી પોલીસને જાણ કરતાં કંડલા મરીન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લીધા હતા અને ત્યારબાદ કંપનીના એન્જિનિયરે આ ઘટનામાં ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો હોવાની ઘટનાથી જે ખરેખર થવું જોઇએ તેના કરતાં ઉલટી ગંગા જેવો તાલ સર્જાયો હતો. સામાન્ય રીતે પહેલાં ચોરી થતી હોય તેની ફરીયાદ નોંધાયા બાદ ભેદ ઉકેલાતો હોવાની ઘટના બનતી હોય છે.

આ બનાવની વિગતો એવી છે કે, ગત રાત્રે રામપર ગામની સીમમાં આવેલા ગેટકો મુન્દ્રા કંપનીના વીજ ટાવરમાં ચોરી કરવા ઘૂસેલા વસીમખાન જમીરખાન શેખ, પ્રભાત મોતીલાલ શાહ અને અલીહાસમ જુસબ બુચડને ગામના સરપંચ નારાણભાઇ મેમાભાઇ આહિર તેમજ આસપાસની વાડીના ગ્રામજનોએ રંગે હાથ તેમણે ચોરેલા રૂ.1,20,000 ની કિંમતના દોઢ ટનના ગેલ્વેનાઇઝના એન્ગલ અને નટબોલ્ટ સાથે પકડી સરપંચ નારાણભાઇએ કંડલા મરિન પોલીસ મથકને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઇ હતી.

અને ગ્રામજનોએ પકડેલા ત્રણ ઇસમોનો ચોરાઉ મુદ્દામાલ તથા રૂ.40,000 ની કિંમતના બે બાઇકો સહિત કુલ રૂ.1,60,000 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે લઇ આવ્યા બાદ આ બાબતે કંપનીને જાણ કરાતાં વરૂણ ઇન્ફ્રા સ્ટેક્ચરના ઇલેક્ટ્રીક ઇન્જિનિયર અને સાઇટો ઉપર સુપરવિઝનનું કામ સંભાળતા શનિ અરવિંદભાઇ ત્રાબડિયાએ કંડલા મરિન પોલીસ મથકે ત્રણ ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ ઘટનામાં વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...