તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ નગરપાલિકામાં ફરી એક વખત ભાજપને લોકોએ ખોબલે ખોબલે મત આપીને બહૂમતિ આપી છે. વિક્રમ સર્જક બેઠકો આપ્યા પછી સત્તાધિશો દ્વારા લોકોના કામો સારી અને ઝડપી થાય તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે ત્યારે બીજી બાજુ બહૂમતિના જોરે નિયમની વિરૂદ્ધ જઇને કામગીરી કરતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
પાલિકામાં ઉપપ્રમુખની ચેમ્બર ફાળવવામાં આવતાં કચવાટ ઉભો થયા પછી આજે કચેરીના ઉદ્દઘાટનના કાર્યક્રમમાં સામાજિક અંતર જળવાયું ન હતું. કોંગ્રેસે આ બાબતે મુખ્ય અધિકારીને પત્ર પાઠવી ઓફિસ ફાળવીને ખોટી પ્રર્થા ઉભી કરી છે તે શરમજનક બાબત ગણાવી ઉપપ્રમુખને ફાળવેલી ઓફિસ પરત ન લેવાય તો ઉપપ્રમુખની કચેરીને તાળાબંધી કરવાની ચિમકી પણ આપી છે.
ભાજપમાં અંદરોઅંદરની ખટપટને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. પાણીની પરીસ્થિતિમાં પણ અગાઉ પ્રશ્નો ઉભા થયા પછી હવે ભાજપના વર્તૂળોમાં અગાઉની પ્રર્થા અને માપદંડમાં થઇ રહેલા ફેરફાર અંગે કચવાટ ઉભો થઇ રહ્યો છે. પરંતુ શિસ્તના અભાવે ભાજપના કાર્યકરો કે સભ્યો બોલી શકે તેમ નથી. પ્રમુખની હાજરી હોવા છતાં ઉપપ્રમુખને ચેમ્બરની ફાળવણીની સાથે સાથે વ્યવસ્થા ઉભી કરવામાં આવી તેને લઇને પણ ભાજપમાં આ પ્રર્થા બરોબર નથી તેવું જણાઇ રહ્યું છે. ત્યારે બીજી બાજુ આજે ઉપપ્રમુખ બળવંત ઠક્કરે હોદ્દાનો ચાર્જ સંભાળીને ઓફિસ શરૂ કરી ત્યારે સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું પણ ટાળ્યું હતું.
કોરોનાની વિસ્ફોટક સ્થિતિ હોવા છતાં સામાજિક અંતર જાળવવામાં ન આવ્યું અને કેટલાકે તો મોઢા પર માસ્ક પહેરવાનું પણ ટાળ્યું હતું. દરમિયાન વિપક્ષના સમીપ જોશીએ મુખ્ય અધિકારીને પત્ર પાઠવી પાલિકાના અધિનિયમની વિરૂદ્ધ અને પરંપરાને ગત બોડીને પણ પાછળ મુકી એક કદમ આગળ નવી બોડીએ ઉઠાવ્યું છે જે લોકશાહી અને શહેર હિત માટે ઘાતક ગણાવ્યું છે. જેમાં અધિકારીની મુક સહમતિ દુ:ખદ છે. પાલિકાની ચાલુ ઓફિસમાંથી કર્મચારીઓને હટાવીને ઉપપ્રમુખ માટે ઓફિસ ફાળવી તે કાયદા વિરૂદ્ધ ગણાવી છે. દરમિયાન આજે ઉપપ્રમુખ ઠક્કરનો જન્મ દિવસ હોવાથી કેક કટીંગ પણ કરાયું હતું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.