તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાહન દલાલે 7લાખથી વધુની ઠગાઇ કરી

ગાંધીધામ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભોગ બનનાર ચાલકને આપેલી ટ્રકો ઉપર લોન લઇને નુકશાન પહોંચાડ્યું

ગાંધીધામના ટ્રકોની લે-વેંચ કરતા દલાલે દાહોદના વ્યક્તિને અલગ અલગ સમયે ટ્રકોનું વેંચાણ કરી વેંચાણ સમયે કરવામાં આવેલા કરાર મુજબના આર્થિક લાભો ન આપી આ વાહનો વેચ્યા બાદ પણ તેના ઉપર અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન મેળવી વિશ્વાસઘાતની ફરિયાદ બી-ડિવિઝનમાં નોંધાઇ છે.

દાહોદના લીમડી ખાતે રહેતા સુનંદાબેન અનિલભાઇ પવાર ઉર્ફે પલાસે ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પતિ અનિલભાઇ અમદાવાદ નડિયાદ હાઇવે પર આવેલ એશિયન ફૂડ નામની કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે. તેમના પતિને 10 વર્ષ પહેલાં કંપનીમાં સંજયભાઇ નાથાણી સાથે ઓળખાણ થઇ ત્યારે તેમના પતિએ સંજયભાઇને સેકન્ડમાં ટ્રકો ખરીદવાની વાત કરતાં તેમણે ગાંધીધામના રામલીલા મેદાન સામે ઓફિસ ધરાવતા અને ટ્રોકોની લે-વેંચ કરતા ગુલાબસિંહ સામુભાઇ જાડેજાનો સંપર્ક કરાવ્યો હતો. આ સંપર્ક બાદ ચાર ટ્રકો માસિક રૂ.70,000 હપ્તા લેખે ભરવાના રહેશે જે હપ્તા પુર્ણ થયે ટ્રકો તેમના નામે કરી દેવાશે જેમાંથી ત્રણ ટ્રકોના 36 મહિનાના હપ્તાની રકમ રૂ.77,60,000 તેમના પતિએ બેંક મારફત પ્રાચી હેંડલિંગના ખાતામાં જમા કરાવ્યા હતા.

આ હપ્તા પુરા થયા બાદ ગુલાબસિંહ ત્રણે ટ્રકોની બજાર કિંમતના ત્રીજા ભાગની રકમ તેમના પતિને ચુકવશે તેવી વાત થઇ હતી. આ કરાર મુજબ રૂ.9,00,000 રકમ ન ચુકવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. જેમાં આ રકમ સિવાય ગુલાબસીંહે તેમના પતિને વેંચેલી ટ્રકો ઉપર લોન લઇને મોટું નુકશાન પહોંચાડયાનું જણાવ્યું છે.

ફરિયાદીને છેતરપિંડી કરનારની પત્નીએ ધમકી પણ આપતા ફરિયાદ થઇ
ગાંધીધામના ટ્રક લેવેંચના સોદામાં 9 લાખથી વધુની રકમ ન ચુકવી પોતાના પતિ સાથે છેતરપિંડી આચરાઇ હોવાની ફરીયાદ કરનાર સુનંદાબેન અનિલભાઇ પવાર (પલાસ) આ બાબતે અંજારના મેઘપર બોરીચીમાં રહેતા છેતરપિંડી આચરનાર ગુલાબસિંહ સામુભા જાડેજાના ઘરે તા.15/2 ના રોજ આ બાબતે વાતચીત કરવા ગયા હતા ત્યારે ગુલાબસિંહ ના પત્નીએ તું મારા પતિને ઓળખતી નથી તને ગાંધીધામની બહાર પણ નિકળવા નહીં દે તેવી ધમકી આપી જાતિ અપમાનિત શબ્દો કહ્યા હોવાની ફરિયાદ સુનંદાબેને અંજાર પોલીસ મથકે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો