વિવાદ:પડાણા પાસે સામાન્ય મુદ્દે ટ્રક ચાલકને છરી ઝીંકાઇ

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલાખોર ફરાર : મોડે સુધી પોલીસ ચોપડો કોરો

પડાણા ગામનાં પ્રવેશ દ્વાર પાસે આજે સાંજે સામાન્ય મુદ્દે ક્રેટા કારના ચાલકે ટ્રક ચાલકને હાથમાં છરી ઝીંકી નાશી ગયો હોવાની ઘટના બની હતી, પરંતુ મોડે સુધી આ ઘટના બાબતે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો. આજે બપોરે 4:15 વાગ્યાનાં અરસામાં બની આ ઘટના પડાણા નજીક બનવા પામી હતી. જેમાં ક્રેટા કારના ચાલકની ટ્રક ચાલક સાથે બોલાચાલી થયા બાદ કાર ચાલકે ઉશકેરાઈ જઈ ટ્રક ચાલકને છરી હાથમાં ઝીંકી દીધી હતી.

છરી ઝીંકનાર કાર ચાલક નાશી ગયો હતો. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટના સમયે લોકોનું ટોળું એકઠું થયું હતું. જો કે, આ ઘટના પોલીસ ચોપડે મોડે સુધી નોંધાઈ ન હોવાને કારણે વધુ વિગતો જાણી શકાઈ ન હતી.સંકુલમાં નાની નાની વાતોમાં હથિયારનો ઉપયોગ વધી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...