તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો અને 30 ઘરના વીજઉપકરણો બગડ્યા

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતનગરની ઘટના
  • ફરિયાદ કરેલી ધ્યાને ન લેવાઈ

ભારતનગર તરફ આવેલા કૈલાશ સોસાયટી, જય અંબે સોસાયટી, ભાઈ પ્રતાપ સોસાયટી, વાલ્મીકી સોસાયટીના કેટલાક ઘરોમાં બુધવારના રાત્રે અચાનક વીજળી ડુલ થઈ અને ત્યારબાદ ત્રીસેક ઘરોની અંદર કોઇને ત્યાં ફ્રીજ, પંખા અને બલ્બ, તો કેટલાકને ત્યાં તો ટીવી પણ કામ કરતા ન હતા અને વીજપ્રવાહમાં થયેલા ફેરબદલના કારણે નુકશાન પામ્યા હતા. આવું ત્યારે થયું હતું કે અહિ આવેલા ટ્રાન્સફોર્મલને બદલવા સ્થાનિકોએ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. સ્થાનિક અગ્રણી રાજેંદ્રભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ ટ્રાન્સફોર્મર પર ઘણું વીજ લોડ હતું અને તે જુનુ થઈ ગયું હતું. જેને તેને બદલવા અને તેમાં ત્રણેક દિવસથી ધડાકા થતા હોવાથી તે અંગે કાર્યવાહિ કરવા જણાવાયું છતાં કોઇ પગલા લેવાતા નહતા. હવે જ્યારે સ્થાનિકોનું આટલું નુકશાન થઈ ગયું છે તો તેના માટે કોણ જવાબદાર? આ અંગે રોષે ભરાયેલા લોકોએ વીજ અધિકારીને પણ પુછ્યું કે આ નુકશાનનું શું કરશું ? તો અધિકારીએ આ માટે કોઇ જોગવાઈ ન હોવાનું કહ્યું હતું. શ્રી જય અંબે કો. ઓપરેટીવ હાઇસીંગ સોસાયટી લી. દ્વારા આ અંગે પીજીવીસીએલના મુખ્ય અધિકારીને પત્ર પાઠવીને આ હાઈવોલ્ટેજની આ સમસ્યા અંગે રજુઆત પણ કરી હતી. વીના વરસાદે બનેલી આ ઘટનાથી પ્રિ-મોન્સુનની કામગીરી પર પ્રશ્ન ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...