તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વેપારીની નજર ચુકવી 2 લાખ લઇ જનાર પકડાયો

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેત્રમની મદદથી ઘટનાનો તાગ મેળવાયો

ગાંધીધામની મેઇન માર્કેટમાં વેપારીની નજર ચુકવી રૂ.2 લાખનો વકરો સેરવી જનાર આરોપીને એ-ડિવિઝન પોલીસે દબોચી લઇ ભેદ ઉકેલી લીધો છે. આ બાબતે પીઆઇ કે.પી.સાગઠીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.14/11 ના સાંજે મેઇન માર્કેટમાં આવેલી દુકાનના થડા પાસે રાખેલી રૂ.2,00,000 નો વકરો ભરેલી થેલી વેપારીની નજર ચુકવી કોઇ અજાણ્યો ઇસમ સેરવી ગયો હોવાની ઘટના બાદ દુકાનદાર રમેશભાઇ રીજુમલ ગ્વાલાનીએ આ બાબતે ફરિયાદ નોંધાવ્યા બાદ જુદી જુદી ટીમો બનાવીને તેમજ સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે સતત વોચ રાખી હતી જેમાં નેત્રમના ઇન્ચાર્જ પીએસઆઇ બી.કે. સંધુ તથા સ્ટાફની મદદથી જીજે-27-એક્સ-2208 નંબરની ઇકો ગાડી શંકાસ્પદ જણાતાં પોલીસે પોકેટ કોપમાં સર્ચ કરી અમદાવાદના હરીપુરા ખાતે રહેતા હિતેષકુમાર નરેન્દ્રભાઇ ગૌડને પુછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.

જો કે, પકડાયેલા આરોપી પાસેથી માત્ર 9,000 રોકડ રકમ રિકવર કરી શકાઇ છે. આ કામગીરીમાં પીઆઇ સાગઠીયા સાથે એએસઆઇ અશોક સોંધરા, હેડકોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, કિશોરભાઇ ભઠ્ઠર, હિરેન ચાવડા, કોન્સ્ટેબલ રાજદિપસિંહ જાડેજા, જગદિશ સોલંકી, ગુલાબસિંહ જાડેજા, જયપાલસિંહ સોઢા અને પ્રવિણ પાસી જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...