તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:વેપારી પાસે 30 પંખા લઇ 39 હજારની ઠગાઇ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આદિપુરના બે ચિટરો વિરૂધ્ધ બે દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઇ
 • બે વેપારીએ ચેક બાઉન્સ થયા બાદ આજે ત્રીજાએ પણ આ જ બનાવનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું

ગાંધીધામ અને અંજારના વેપારી પાસેથી વસ્તુઓ જથ્થાબંધ ખરીદી બેલેન્સ ન હોવા છતાં ચેક આપી છેતરપિંડી આચરનાર ત્રીપુટી પૈકી બે વિરૂધ્ધ આજે ફરી ગાંધીધામના વેપારીએ 30 પંખા લઇ જઇ 39 હજારનો ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. લીલાશાહનગર રહેતા અને વચલી મેઇન બજારમાં જય જલારામ ઇલેક્ટ્રીકનામની દુકાન ચલાવતા 57 વર્ષીય વેપારી જનકભાઇ તારાચંદ ભારવાની તા.24/2 ના સવારે તેમના દિકરા ભરત સાથે દુકાને હતા ત્યારે આદિપુર રહેતા ઉમેશ લાલવાણી અને અમર ઠક્કર તેમની દુકાને આવ્યા હતા અને પોતે મુન્દ્રા સપ્લાય કરે છે અને 30 પંખા લેવાનું નક્કરી કરી રૂ.39,000 ના બીલ પેટે તેમણે અલ્હાબાદ બેંકનો ચેક આપ્યો હતો.

તેઓ વેપારીને ભોળવી છકડામાં 30 પંખા લોડ કરી ચાલ્યા ગયા હતા. તા.3/3 ના તેમણે ચેક જમા કરાવ્યો તો અપૂરતા બેલેન્સને કારણે ચેક રીટર્ન થયો હતો. આમ બન્ને ચીટરો વિરૂધ્ધ આજે ત્રીજા વેપારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ ચીટરો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો