તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વેપારીએ વ્યાજ સહિત 9 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર દ્વારા ‘ઉપાડી’ લેવાની ધમકી અપાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનમાં અટકેલા ગાંધીધામના વેપારીએ ચક્રવૃધ્ધી વ્યાજ વસૂલનાર બે વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો
  • વ્યાજચક્રમાં ફસાવી ટ્રેડ પાસેથી પ્રોપર્ટી અથવા વધુ રૂપિયા એઠવાની ચાલતી પ્રવૃતિ લાલબત્તી સમાન

ગાંધીધામના એક યુવાન વેપારીને લોકડાઉનમાં રૂપિયાની જરૂર પડતાં બે જણા પાસેથી માસિક 10 ટકાના દરે વ્યાજે રૂપિયા લીધા બાદ તેમણે વ્યાજ સહિત બન્નેને રૂ.9 લાખ ચૂકવી દીધા બાદ પણ ચક્રવૃધ્ધિ વ્યાજની વસૂલાત કરી તેમને ઉપાડી લેવાની ધમકી તેમજ વારંવાર ફોન કરી પરિવારને પણ સતામણી કરાતી હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

એસડીએક્સ નોર્થમાં રહેતા અને ચાવલા ચોક ખાતે મલિક ઇલેકટ્રીકલ નામની દુકાન ચલાવતા 25 વર્ષીય હરિશભાઇ પવનકુમારચતુરાણીને લોકડાઉનનાસમયે રૂપિયાની જરૂર પડતાં દોઢ વર્ષ પહેલાં વ્યાજનો ધંધો કરતાહિતેન કાનારા પાસેથી રૂ.6,00,000 તેમજ આર્યસમાજ પાસે રહેતા હર્ષ શૈલેષભાઇ લિંબાચીયા પાસેથી રૂ.3,00,000 10 ટકાના માસિક વ્યાજના ધોરણે ઉછીના લીધા હતા.

જે તેમણે તેમના કાકા નરેશભાઇ ચોઇતારામ ચતુરાણી સાથે મળી દોઢ મહિના બાદ હિતેન કાનારાને રૂ.6 લાખ મુદ્દલ અને રૂ.2 લાખ વ્યાજ પેટે મળી કુલ રૂ.8 લાખ ચૂકવી દીધા હતા. તેમજ હર્ષ શૈલેષભાઇ લિંબાચીયાને પણ રૂ.3 લાખ મુદ્દલ અને રૂ.1 લાખ વ્યાજ પેટે મળી કુલ રૂ.4 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. આ રૂપિયા લેતી દેતીનું કોઇ લખાણ તેમની વચ્ચે થયું ન હતું.

જુન 2020 માં હિતેને ફોન કરીને તેમને કહ્યું હતું કે તારા કાકાએ મને છૂટક છૂટક પૈસા આપ્યા છે એટલે હજી રૂ.1 લાખ વ્યાજ પેટે લેવાના નિકળે છે જે હવે દરરોજ ચડશે તેવું જણાવતાં તેમણે કાકા નરેશભાઇને વાત કરતાં કાકાએ રૂ.1 લાખ પણ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં હિતેને ફોન કરી જણાવ્યું હતું કે હજી રૂ.50 હજાર નિકળે છે અને વ્યાજ દરરોજ ચડશે જણાવ્યું હતું.

આ વાત થતાં તેમણે હર્ષ લિંબાચીયા પાસેથી રૂ.50,000 લીધા જે દરરોજના 5 હજાર વ્યાજ આપવાની બોલીએ આપ્યા હતા. તા.17/8 ના હર્ષે ફોન કરીને જણાવ્યું કે અત્યાર સુધીના વ્યાજ પેટે તારા પાસેથી 4.10 હજાર ચડી ગયા છે તું આપી દે નહીં તો કાલે 4.60 લાખ થઇ જશે તેમ જણાવ્યા બાદ તેણે કચ્છ કલા રોડ પર બોલાવી સ્ટેમ્પ પેપર ઉપર સહી કરવાનું કહી જો આમાં સહી નહીં કરે તો તને ઉપાડી જશું તેવી ધમકી આપી ડરાવીને સહી લઇ લીધા બાદ તેમને તથા તેમના પરિવારને વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ફરિયાદ તેમણે નોંધાવી છે. પીએસઆઇ ડી.જી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

પૂર્વ કચ્છમાં પણ પશ્ચિમ કચ્છની જેમ વ્યાજખોરો સામે કાર્યવાહી ક્યારે કરાશે ?
ખાસ કરીને લોકડાઉન બાદ વ્યાજખોરો દ્વારા અટકેલા લોકોને કોઇ હિસાબે વ્યાજના વિષચક્રમાંથી છૂટી ન શકે તેવા વ્યાજ વસૂલી ઉપરાંત ચક્રવૃધ્ધી વ્યાજ લગાવી છેલ્લા સ્ટેજ સુધી જવા મજબુર કરાતા હોવાની ઘટનાઓ વધી ગઇ છે.

આ ઘટનામાંજે ભોગ બનનાર હોય તે ડરના માર્યા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી શકતા હોતા નથી ત્યારે પશ્ચિમ કચ્છમાં પોલીસવડાએ આવા વ્યાજનાચક્કરમા઼ ફસાયેલા અને વ્યાજખોરીના ભોગ બનનાર લોકો માટે ખાસ લોક દરબાર યોજી મક્કમ પણે ફરિયાદ નોંધાવી કાર્યવાહી શરુ કરાઇ છે. જો પૂર્વ કચ્છમાં પણ આ રીતે પોલીસ આવા વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો માટે નક્કર કાર્યવાહી કરે તો આવા લોકોને રાહત થાય અને અનેક વ્યાજખોરોના પગ નીચે રેલો આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...