ક્રાઇમ:ભચાઉ પાસેથી ચોરી કરાયેલી ટ્રકના ટાયર કાઢીને ગાંધીધામ નજીક રેઢી મુકી દેવાઇ !

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાગડમાં ટાયર ચોરતી ગેંગ આખી ગાડી હંકારી જાય છે !
  • 3 દિવસ પૂર્વે લોધેશ્વર હોટલના પાર્કિંગમાંથી 12 લાખનું વાહન ચોરાયું હતું

વાગડમાં મોટા વાહનોના ટાયરોની ચોરી કરવા માટે સક્રિય ગેંગ ટ્રક ઉપાડી જઇ તેમાંથી ટાયરો કાઢી લઇ રેઢી મુકી દેતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ -ચાર દિવસ પહેલાં ભચાઉની લોધેશ્વર હોટલના પાર્કિંગમાંથી રૂ.12 લાખની કિંમતનું ટ્રક ચોરી થઇ ગયા બાદ એ ટ્રકમાંથી તસ્કરોએ ટાયર કાઢી લઇ ગાંધીધામથી ગળપાદર વચ્ચે બાવળની ઝાડીઓ રેડી મુકી દીધેલી હાલતમાં મળી આવી હતી.

આ ઘટનાની વિગતો એવી છે કે, ભચાઉના કકરવા ખાતે રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા 24 વર્ષીય અજીજ જાનમામદ પરમારે કોઇ ઓર્ડર ન હોતાં તા.27/9 ના રોજ રૂ.12,00,000 ની કિંમતની ટ્રક લોધેશ્વર હોટલ પર પાર્ક કરી કકરવા ઘરે ગયા હતા. તા.1/10 ના ઓર્ડર આવતાં તેઓ પોતાની ટ્રક લેવા ગયા વાહન જોવા ન મળતાં તેમણે તેમના મિત્ર પ્રભુભાઇ રબારીને જાણ કરી શોધખોળ આદરી હતી.આ બાબતે તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી.

આ ટ્રક વરસાણા તરફ હંકારી જવાયું હોવાનું સીસી ટીવી ફૂટેજમાં દેખાયું હતું. શોધખોળ દરમિયાન ગાંધીધામ કંડલા રોડ પર દેખાયું હોવાની માહિતી પણ તેમને મળી હતી. આ શોધખોળ દરમિયાન તેમના ઓળખીતાએ જાણ કરી હતી કે તેમની ટ્રક ગાંધીધામ-ગળપાદર વચ્ચે પડ્યું છે. આ જાણ થયા બાદ ટ્રક પાસે આવ્યા ત્યારે ટ્રકકમાંથી ટાયર કાઢી લઇ તસ્કરોએ વાહન રેઢું મુક્યું હોવાનો ખ્યાલ આવ્યો હતો.

આધોઇના ટ્રાન્પોર્ટર સાથે પણ અગાઉ બની હતી ઘટના
ભચાઉની આ ઘટનામાં ટ્રક ચોરી કરી ગયા બાદ તસ્કરોએ ટાયર કાઢી લઇ વાહન રેઢું મુકી ગયા હોવાનું બહાર આવ્યું છે, તો સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ થોડા મહિના પહેલાં પણ ભચાઉના આધોઇ ગામના બે ટ્રક માલિકોની ટ્રક ભારત હોટલના પાર્કિંગમાંથી આ ગેંગ દ્વારા ચોરી કરી તેમાંથી ટાયર કાઢી લીધા બાદ રેઢી મુકી દીધી હોવાની ઘટના પણ બની હતી, જો કે આ ઘટનામાં ટ્રક મળી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી. હાલ આ ઘટનાઓથી પોલીસ આ રીતે ટાયર ચોરી ટ્રક માલિકોના શ્વાસ અધ્ધર કરતી ગેંગને પકડી ધાક બેસાડતી કામગીરી થાય તેવી માંગ ઉઠી છે.

ભચાઉના જુનાવાડા પાછળથી બાઇક ચોરાયું
ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 45 વર્ષીય કરશનભાઇ વાલાભાઇ બગડાએ તા.13/9 ના ગણેશ ટીંબી નજીક આવેલા મુસ્લિમ કબ્રસ્તાનમાં પોતાનું કામ ચાલુ હોઇ ત્યાં એક્ટિવા પાર્ક કર્યું હતું. પણ બપોરે તેઓ વાહન પાર્ક કર્યુ઼ હતું ત્યાં ગયા તો ન દેખાતાં પહેલાં જાતે શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો તેમજ કૌટુંબિક કામમાં રોકાયલા હોઇ પોતાનું રૂ.20,000 ની કિંમતનું એક્ટિવા ચોરી થયું હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...