કામગીરી:રોગચાળો રોકવા ગળપાદર જેલને ફોગિંગ-સેનેટાઈઝ કરાઇ

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદિક ઉકાળાનું પણ કરાયું વિતરણ

હ્મુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી ગળપાદર જિલ્લા જેલ પૂર્વ કચ્છ મધ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડેન્ગ્યૂ અને કોરોના સહિતનો રોગચાળો રોકવા માટે જેલને સેનેટાઇઝ કરવાની સાથે ફોગિંગ પણ કરાયું હતું. ગાંધીધામ નગર પાલિકાના સહયોગ થી સમગ્ર જેલ ને ફોગીગ કરાઇ હતી.

વર્તમાન સમયે ઝડપભેર ફેલાઇ રહેલા કોરોના સામે રક્ષણ મેળવવા માટે જેલ પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. કેદીઓની સંભાળ માટે આયોજિત આ કેમ્પમાં હ્મુમન રાઈટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ટીમમાં થીગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ બ્રીજેનભાઈ ગોંડલીયા ,મહા સચિવ કૈલાશ બેન ભટ્ટ, મંત્રી કમલભાઈ પરિહાર ,પલ્લવીબેન ઠકકર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...