મુંદ્રા ડ્રગ્સ કાંડ:ત્રણેય આરોપીને 10 દિવસ NIAના રિમાન્ડ પર મોકલાયા; આયાતકાર દંપતી અને મુખ્ય આરોપી પાલારા જેલથી અમદાવાદ ટ્રાન્સફર કરાયા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેફી દ્રવ્યના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદની વિશેષ કોર્ટેનો નિર્ણય

મુંદ્રા ડ્રગ્સ કેસની તપાસ એનઆઈએને સોંપાયા બાદ આરોપીઓ અને કેસના જરૂરી દસ્તાવેજોને એનઆઈએને હેંડઓવર કરવાની અરજી એજન્સી દ્વારા ભુજ કોર્ટમાં કરાઈ હતી. તે મંજુર કરાયા બાદ ત્રણેય આરોપીઓને ગતરોજ અમદાવાદ લઈ જઈને એનઆઈએની વિશેષ કોર્ટ સમક્ષ રજુ કરાતા 10 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા હતા.

મુંદ્રા પોર્ટ પર ગત મહિને અફઘાનિસ્તાનથી આવેલા બે કન્ટેનરમાંથી 21 હજાર કરોડની માર્કેટ વેલ્યૂ ધરાવતું 3 હજાર કિલો હેરોઈન ડ્રગ્સ ડીઆરઆઈએ ઝડપ્યું હતું. જે પ્રકરણમાં ત્યારબાદ સર્વપ્રથમ ચેન્નઈથી આશી ટ્રેડીંગ કંપનીના માલીક આયાતકાર દંપતી એમ. સુધાકરન અને દુર્ગા વૈશાલી અને ત્યારબાદ કેસના મુખ્ય આરોપી માનવામાં આવી રહેલા રાજકુમાર પી. ની ધરપકડ કરીને ભુજ કોર્ટમાં ડીઆરઆઈએ રજુ કરીને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

એનઆઈએના સ્પે. પબ્લિક પ્રોસિક્યુટર અમીત નાયરે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેસ એનઆઈએને ટ્રાન્સફર કરાયા બાદ એજન્સીએ અનલોફુલ એક્ટિવીટી સહિતની કલમો તળે ફરી કેસ દાખલ કર્યો હતો. તેમજ કેસ સંલગ્ન તમામ દસ્તાવેજો, આરોપીઓને અમદાવાદ ટ્રાન્સફર કરવા ભુજની એનડીપીએસ કોર્ટમાં અરજી કરી હતી. જેને સ્વિકારતા ત્રણેય આરોપીઓ અને દસ્તાવેજો ગત રોજ અમદાવાદ ટ્રાન્સફર કરાયા હતા. આરોપીઓને સોમવારના વિશેષ ન્યાયાધીશ પી. સી. જોશીની કોર્ટમાં રજુ કરી એનઆઈએ દ્વારા ડ્રગ્સની જપ્તીનો મોટો આંકડો અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દસ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...