ભુજ:ઓવરટેકની લાહ્યમાં ટેન્કર કારમાં અથડાયું

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળપાદર રદડ પર આર્મી ગેટ પાસે જઇ રહેલા ટેન્કર ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમાં ટેન્કર કારમા઼ અથડાવી નુકશાન કરી ફરાર થઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઇ છે. ગત સાંજે  6.30 વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં ટીમ્બરના વેપારી યશ મુકેશ ગર્ગ તેમના પિતા મુકેશ ધર્મવીર ગર્ગ અને કાકા ઉમેશ ધર્મવીર ગર્ગ સાથે પોતાની કારમાં મીઠીરોહરથી પોતાના ઘરે મેઘપર બોરીચી તરફ જઇ રહ્યા હતા ત્યારે ગળપાદર રોડ પર આર્મી ગેટ સામે પાછળથી આવી રહેલા જીજે-12-બીટી-7509 નંબરના ટેન્કર ચાલકે ઓવરટેક કરવાની લાહ્યમા઼ તેમની કાર સાથે ટેન્કર અથડાવતાં સદ્દભાગ્યે કોઇને ઇજા પહોંચી ન હતી.

અન્ય સમાચારો પણ છે...