તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરંકુશ દબાણ:શહેરમાં આર્કેડ સહિતના દબાણો દુર કરવામાં તંત્રમાં વર્તાઇ રહી છે ઢીલાશ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીપીટી પોતાના પ્લોટ્સમાં દબાણ નથી થવા દેતું તો SRCમાં કેમ અંકુશ નહિ?
  • ગાંધીધામ સંકુલમાં નિરંકુશ દબાણઃ પાલિકાની દબાણ શાખા માંગે છે ધરખમ ફેરફાર

વેલ પ્લાન્ડ એવા ગાંધીધામની આજની તસવીર જોઇને તે પુર્વ નિયોજીત શહેરોમાંથી છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે એટલી હદે દબાણની વધતી પ્રવૃતિ પર નગરપાલિકા અંકુશમાં લાવવા નિષ્ફળ સાબીત થઈ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. તો આ અંગે કેટલાક હદે સક્રિય એવા ડીપીટી પોતાના પ્લોટ્સ પર તો દબાણ નથી થવા દેતું પરંતુ એસઆરસીના પ્લોટમાં થતા દબાણ અંગે ઢીલી નીતિ અપનાવાતી હોવાનો મત શહેરીજનોમાં પ્રવર્તી રહ્યો છે.

ગાંધીધામ આદિપુરમાં દબાણ જુનો અને જટીલ પ્રશ્ન હવે બની રહ્યો છે ત્યારે તમામ આર્કેડમાં વોર્કિંગ પેસેજમાં પણ દિવાલ ચણીને અંદર લઈ લેવાની પ્રવૃતિમાં વધારો જોવા મળી રહ્યો છે. એક બાદ એક ઈમારતોમાં ફેલાઈ રહેલા આ ટ્રેન્ડના કારણે ખરીદદારો અને રાહદારીઓ માટે ચાલવાની જગ્યા ક્યાં અને શું રહેશે તે પ્રશ્ન ઉદભવી રહ્યો છે. કારણ કે અગાઉથી નિર્મીત ફુટપાથની જગ્યા પાર્કિગ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે ત્યારે રાજા ગણાતા ગ્રાહકને ચાલવા અણ જગ્યા નહી મળે તેવો ભવિષ્યમાં તાલ સર્જાય તો કહેવાય નહી.

સંસ્થા ઈમારતમાં શટલ આગળ વધારવા ‘નેતા’ ને દર મહિને 2 હજારની ‘પાઘડી’
શહેર મધ્યે આવેલી અને સંસ્થાના નામે કાર્યરત ઈમારતમાં પણ આજ પ્રકારે આગળ દુકાનના શટલ આગળ લઈ જવા માટે ‘નેતા’ ને દુકાનદારોએ કરેલી રજુઆત બાદ, માંગનો સ્વિકાર કરતા પહેલા અપાતા મામુલી નાણામાં અતીરીક્ત બે હજાર દુકાન દીઠ અપાશે તેવું નક્કિ ઠેરાવ્યું હોવાનું આંતરીક આધારભુત સુત્રોએ જણાવ્યું હતું. અગાઉથીજ ઘણી પ્રોપટી ધરાવતા આ નેતાજી દરેક સ્થળેથી જે કાંઈ મળી શકે તેનો લોભ છોડતા ન હોવાની વૃતિ અગાઉ પણ ચર્ચામાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...