સિદ્ધિ:છાત્રાનું શોધપત્ર થયું આંતરાષ્ટ્રીય સ્તરે સ્વિકૃત

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં સદનનું નિર્માણ અંગે કર્યું રીસર્ચ

કોરોના કાળમાં લોકોના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનને લઈને સરકાર તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે તે દિશામાં શું થઈ શકે તે માટે પણ વૈશ્વિક પ્રયાસો થઈ રહ્યા છે. ગાંધીધામની છાત્રાએ આ અંગે રજુ કરેલા સંશોધન પત્રોનો વૈશ્વિક સ્તરે સ્વિકાર કરાયો છે. ગાંધીધામના હીરલ યોગેશ જોશી દ્વારા લિખિત શોધપત્ર (થીસીઝ) વૈશ્વીક કક્ષાની સ્પર્ધા પસંદગી પામ્યું છે. વલ્ડ પ્લાનીંગ કોંગ્રેસમાં  વિશ્વભરના 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ‘કોવિડ 19 પછી આપણા સદનનું નિર્માણ અને બાંધકામ કેવી રીતે કરવું?’ એ સ્પર્ધાના મુખ્ય મુદો હતો. જે અંગે હીરલે પોતનું હીર ઝળકાવીને વિવિધ મંતવ્યો રજુ કર્યા હતા, જેની પસંદગી થઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...