નિવેદન:દરેક વ્યવસાયમાં સમર્પણની ભાવના અતિ મહત્વપૂર્ણ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના માં બજાવેલી કામગીરી ઈતિહાસ માં લખાશે : ડો. નીમાબેન આચાર્ય
  • ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગાંધીધામ શાખા દ્વારા વિધાનસભાના અધ્યક્ષાનુ અભિવાદન

ડોકટરનો વ્યવસાય નોબલ છે. આપણે સૌ નસીબદાર છીએ કે આ વ્યવસાયમાં છીએ. દર્દીઓ અને તેમના સગા દ્વારા આપણને પૈસા સાથે આશિર્વાદ અને ભગવાનનો દરજ્જો પણ મળે છે. ત્યારે ગંભીર કટોકટી પરિસ્થિતિમાં એડજસ્ટમેન્ટ અને ઉદાર દિલ રહેવાનું હોય છે એમ વિધાનસભા અધ્યક્ષાએ જણાવ્યું હતું.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગાંધીધામ શાખાના વાર્ષિક મિલનમાં યોજાયેલા કાર્યક્રમમાં ડો.નીમાબહેન આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની કામગીરી ઈતિહાસમાં લખાશે જેનું સરકારે પણ સન્માન કર્યુ છે. આરોગ્ય કામગીરીમાં રાત દિવસ જોયા વગર કરાયેલી કામગીરીની દરેકે નોંધ લીધી છે તે સૌ માટે ગૌરવની વાત છે. દરેકે દિલથી વૈશ્વિક મહામારીમાં કામગીરી કરી છે. સખત પરિશ્રમ અને દિલથી કરેલા કાર્યોની લાંબાગાળે પણ આગવી નોંધ લેવાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ વડાપ્રધાન મોદી છે.

ગંભીર પરિસ્થિતિઓ, માનસિક સ્ટ્રેસ અને દર્દીઓના સગાઓની સ્થિતિ વગેરે માટે આપણે સ્વભાવ, હિંમત, એડજસ્મેન્ટ કેળવવા પડે છે. ડિવોશન અને ડેડીકેશન દરેક વ્યવસાયમાં મહત્વપૂર્ણ છે. આ તકે તેમણે પોતાની રાજકીય કારકિર્દી સાથે તબીબી કારકિર્દીના સહયોગી ડો.વર્ષાબેન અને ડો.હમીર પરાને યાદ કરી ઋણ સ્વીકાર્યુ હતું.

એસોસિએશન દ્વારા કોરોના મહામારીમાં શહીદ થયેલા મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ માટે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઇએમએ ગાંધીધામની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. તેમજ એસોસિએશનની વેબસાઇટ અને સોફટવેરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કોરોનામાં તેમજ વિવિધ કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર તબીબોને મોમેન્ટો પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ તકે એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો.ધૈવત મહેતા અને

નવનિયુકત પ્રમુખ ડો.બળવંતદાન ગઢવીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.આ પ્રસંગે ડો.અનુજ શ્રીવાસ્તવ, ડો.મોહનીસ ખત્રી, ડો.કિશન કટુઆ, ડો તન્યા મેતવાલ, ડો.દિનેશ ડામા, ડો.નરેશ જોશી, ડો.નરેશ ઠકકર, ડો.હિરેન મહેતા,શંકરભાઇ ભાનુશાળી, પુરૂષોત્તમભાઇ ભાનુશાળી તેમજ અગ્રણી તબીબોએ અધ્યક્ષાનુ સન્માન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...