તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ગોપાલપુરી હોસ્પિટલને કોરોના વિશેષ કરવાથી હજારો લોકોની સારવાર થશે પ્રભાવિત

ગાંધીધામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલાના ત્રણ કામદારો સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
  • કહ્યું કે 15 હજાર લોકોનું આરોગ્ય જોખમાશે
  • કંડલાની હોસ્પિટલને કોવિડ બનાવવા આગળ ધરાઈ, 50 બેડ સુધી વ્યવસ્થા શક્ય હોવાનો દાવો

ડીપીટીની પોર્ટ કોલોની ખાતે આવેલી હોસ્પિટલને કોવિડ 19જાહેર કરવાની વહિવટી તંત્રની હિલચાલ બહાર આવતાજ ત્રણ કામદાર સંગઠનો દ્વારા આ પ્રકારનો નિર્ણય ન લઈને કંડલા ખાતેની હોસ્પિટલને કોરોના વિશેષ હોસ્પિટલ ઘોષીત કરવાની માંગ કરાઈ રહી છે. સંગઠનોનું કહે છે કે અંદાજે 15 હજાર જેટલા લોકો આ હોસ્પિટલ પર પોતાની નીયમીત ઓપીડી, દવાઓ અને સારવાર પર આશ્રિત છે. જો હોસ્પિટલને કોરોના સ્પેશ્યલમાં તબદીલ કરી દેવાશે તો આ તમામ સુવિધાઓ કર્મચારીઓને મળવાની બંધ થઈ જશે અને હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ છે.

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન- કંડલા , કુશળ- અકુશળ અસંગઠીત કામદાર સંગઠન- ઈસ્ટ વેસ્ટ કચ્છ, દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ ઓફિશ્યલસ એસોસીએશન દ્વારા ચેરમેન અને પ્રસાર માધ્યમોને સંબોધતા જણાવ્યું હતું કે ગોપાલપુરી હોસ્પિટલમાં ડીપીટીના વર્તમાન કર્મચારીઓ, પેન્શનર્સ સાથે તેમના પરિવારજનો, કસ્ટમ, સીઆઈએસએફ સહિતના નાની મોટી બીમારીઓની સારવાર લે છે.

ઉપરાંત કોલોનીમાં આઈએએસ, આઈએફએસ, આઈઆરએસ, આઈપીએસ, મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય, કસ્ટમ કમિશનર સહિતના અગ્રણીઓ રહે છે, જેથી રહેણાક વિસ્તારમાં હોવા ઉપરાંત શહેરના મહત્વપુર્ણ લોકો પણ પ્રભાવિત થઈ શકે છે. આ સાથે ગોપાલપુરી નહિ, પરંતુ કંડલામાં આવેલી હોસ્પીટલને કોવિડ 19 સ્પેશ્યલ હોસ્પીટલ બનાવી શકાય તેમ હોવાનો સુર પણ વ્યક્ત કર્યો હતો. આ અંગે વાતચીતમાં પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે કંડલા ખાતેની હોસ્પીટલમાં 50 બેડ સુધીની સુવિધા લાગી શકે તેમ છે અને જરુરી સંશાધનોની ખરીદી પણ જેમ્સના પ્લેટફોર્મ કરવામાં આવી રહી છે.

શહેર પ્રત્યે નૈતિક જવાબદારી પોર્ટ નિભાવે તેવો પ્રબળ બનતો સુર
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા એ સરકાર હસ્તક દેશનું સૌથી મોટુ પોર્ટ છે. કાર્ગો હેન્ડલીંગની દ્રષ્ટીએ છેલ્લા દસ વર્ષેથી દેશનું કોઇ અન્ય પોર્ટ તેને પાછળ મુકી શક્યું નથી. સરકારની તીજોરીમાં દર વર્ષે કરોડોની આવક આ પોર્ટમાંથી થતી હોય ત્યારે શહેર પ્રત્યે મહામારીના સમયમાં પોતાના કર્મચારીઓ, પેન્શનરો સહિત સામાન્ય જનતા પ્રત્યે પણ નૈતિક જવાબદેહી બને છે તેવો ગત મહિનાથી પ્રબળ બની રહ્યો છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોર્ટને 500 બેડની વ્યવસ્થા કચ્છ એક્ઝીબીશન ગ્રાઉન્ડ ખાતે કરવાની માંગ કરી હતી. તો અન્ય સંસ્થાનો દ્વારા પણ પોર્ટ તરફ આશાભરી મીટ મંડાઈ છે.

આજે આદિપુરમાં કોવિડ દર્દીઓ માટે 34 બેડનું લોકાર્પણ કરાશે
રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા એક દિવસ અગાઉજ યોજેલી કોવિડ 19 સંદર્ભે સમીક્ષા બેઠકમાં પરિસ્થિતિનો તકાજો મેળવીને જરુરી પગલા તાત્કાલીક ભરવા તાકીદ કરી હતી. ત્યારબાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજે ન્યુ હરિઓમ હોસ્પિટલ (એમ.એમ. હોસ્પિટલ, એસઆરસી બિલ્ડીંગ પાછળ) ખાતે 34નવા બેડનું લોકાપર્ણ કરવાની જાહેરાત કરાઈ છે. જે આજે કમિશનર શિવહરેની ઉપસ્થિતિમાંજ કરાશે.

આદિપુરમાં રહેણાક વિસ્તારમાં હોસ્પિટલનો પ્રશ્ન ઉદભવ્યો હતો
આદિપુરમા હરીઓમ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવાઈ ત્યારે આસપાસ રહેણાક વિસ્તાર હોવાથી આ પ્રશ્ન ઉદભવ્યો હતો. પરંતુ ત્યારબાદ હોસ્પિટલની બંન્ને તરફ આડસ રાખીને વિસ્તારને બ્લોક કરાયો હતો. જેને પણ થોડા સમય બાદ કાઢી નખાયા હતા. આજ પ્રકારનો પ્રશ્ન હવે ગોપાલપુરી ખાતે પણ ઉદભવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...