તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભચાઉમાં 1 વર્ષ બાદ ફરી ચોરી કરવા આવેલા તસ્કરો દબોચાયા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી રૂ.5.23 લાખનો મુદ્દામાલ જપ્ત

ભચાઉમાં એક વર્ષ પહેલાં ચોરી કરી ગયેલા બે તસ્કરો ફરી પાછા એ જ વિસ્તારમાં ચોરી કરવા આવ્યા હતા પરંતુ સ્થાનિક પોલીસે બન્નેને પકડી લઇ કાર અને રોકડ સહિત કુલ રૂ.5.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભચાઉ પીઆઇ એસ.એન.કરંગીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વર્ષ-2020 માં ભચાઉ વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર સામખિયાળીના મોરીવાસમાં રહેતો 26 વર્ષીય રફીક મુસા ખલીફા અને મુળ રાપરનો હાલે રાજકોટ ભાવનગર રોડ રહેતો ગુલશાનઅલી ગુલામરસૂલ સમા ફરી ભચાઉ વિસ્તારમાં ચોરી કરવા આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી માનસરોવર વિસ્તારમાંથી અગાઉ ચોરીમાં ઉપયોગ કરેલી કાર સહિત પકડી લઇ રૂ.3,200 રોકડા અને રૂ.20,500 ની કિંમતના 3 મોબાઇલ સહિત કુલ રૂ. 5,23,700 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઇ કરંગીયા સાથે ભચાઉ પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ભચાઉ પંથકમાં ચોરીના બનાવો વધી ગયા છે તે દરમિયાન પકડાયેલા બે તસ્કરોની પુછપરછમાં વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યાતા પોલીસ દર્શાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...