ભાસ્કર ઇનસાઇડ:ખુદ દાણચોરે કસ્ટમને કહ્યું ‘બીજા કરતા તમે જ મને પકડો’

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના એ.વી. જોશી સીએફએસથી ઝડપાયેલા એક કરોડથી વધુના મીસ ડિક્લેરેશન મુદે કસ્ટમનું અકળ મૌન સુચક
  • ​​​​​​​મુંબઈમાં રેવન્યુ ઈન્ટેલીજન્સની કાર્યવાહી બાદ દાણચોર આયાત કાર કસ્ટમ પાસે ધસી ગયો હતો, એકની અટક ઓન રેકોર્ડ દર્શાવાઈ

કંડલા કસ્ટમના ઈન્વેસ્ટીગેશન બ્રાંચની કાર્યવાહી ફરી એક વાર શંકા અને ભેદભરમના દાયરામાં આવી રહી છે. ગયા મહિને ગાંધીધામ નજીકના એવી જોશી સીએફએસથી એસઆઈઆઈબીએ પકડેલા સિગારેટના કન્સાઈમેન્ટમાં મીસ ડિક્લેરેશન સામે આવ્યું હતું. પરંતુ ખરેખર આ કેસ મુંબઈમાં થયેલી કાર્યવાહી બાદ માહિતીઓના આદાન પ્રદાનના ભાગ રુપે સબંધિત પાર્ટીજ હોવાથી કરવાનો હોવાનું અને તપાસનીસ એજન્સી પાસે પાર્ટીએ પોતેજ સામે ચાલીને 'અમને બીજા કોઇ પકડે, તેના કરતા કસ્ટમજ પકડીને કાર્યવાહી કરે' એમ કહેતા કેસ થયો હોવાનું મુંબઈના સુત્રોએ જણાવ્યું હતુ. આવી રીતે જો કોઇ પણ કાર્ગો આવી જાય તો તે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને સવાલ યા નિશાન પેદા કરે છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાંજ પડાણા પાસે સ્થિત એ.વી. જોશીના સીએફએસમાં કંડલા કસ્ટમના એસઆઈઆઈબીની ટીમ ધસી ગઈ હતી અને બે કન્ટૅનરને અટકાવી તપાસ હાથ ધરાઈ હતી. ગાંધીધામના પહેલા પણ ચર્ચામાં રહી ચુકેલા બોન્ડ સાથે જોડાયેલી પેઢી આયાતકાર હતી, જેમાં ટીસ્યુ પેપર જાહેર કરીને અંદર સિગારેટનો જથ્થો લવાયો હોવાનું ખુલ્યું હતું. ખરેખર કેટલો જથ્થો મળ્યો, તે ક્યાંથી આવેલો અને સરકારની તીજોરીમાં કેટલાનું ખાતર પાડવામાં આવનાર હતું તે અંગે કસ્ટમ દ્વારા હજી સુધી કોઇ સ્પષ્ટ ફોડ પાડ્યો નથી.

ગત સપ્તાહે એક વ્યક્તિની ધરપકડ દર્શાવીને કસ્ટમ દ્વારા કોર્ટમાં રજુ કરીને ચાર દિવસના રિમાન્ડ મંગાયા હતા. જે પુરા થતા તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો, જેના નામ સુદ્ધા અંગે ફોડ પાડવમા નથી આવી રહી. મુંબઈના જાણકાર સુત્રોએ જણાવ્યું કે આ કન્સાઈમેન્ટ ઝડપાયું, તે પહેલા મુંબઈથી ડીઆરઆઈએ દુબઈથી આવેલા કન્ટેનરમાંથી 12 કરોડની સિગારેટનો જથ્થો ઝડપ્યો હતો. જેની આયાતકારી પેઢીના કન્ટેનરો અંગે રેડ ફ્લેગ અપાતા કંડલામાં પણ આવેલા કન્ટેનરોની તપાસ થવી આવશ્યક હતી.

જે અંગે આયાતકાર પણ જાણતો હતો, જેથી સામે ચાલીનેજ અન્ય કોઇ એજન્સી તપાસ હાથ ધરે તે પહેલા કસ્ટમના દ્વારે જઈને આત્મ સમર્પણ કરી ઝડપી લેવા કહ્યું હતું. શા માટે અન્ય એજન્સીઓ તપાસ ન કરે અને માત્ર કસ્ટમ આ કેસ જોવે તેવું દાણચોર ઈચ્છતા હતા? તે પ્રશ્ન ઘણી અટકળોને જગ્યા આપે છે.

કેસ શું છે, કોને પકડ્યો અને શું તપાસ કરે છેઃ કસ્ટમ બધુ છુપાવે છે!
કસ્ટમ આ કેસ ચુપચાપ કોઇનું નામ બહાર ન આવે અને અન્યોને જાણ ન થાય તે રીતે તપાસકાર્ય પુર્ણ કરી દેવા માંગતું હોય તે પ્રકારના પગલાઓ ભરાઈ રહ્યા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. આ કેસની શરૂઆતથીજ કાર્યવાહી અંગે એક પણ અધિકારીએ ફોડ પાડી નહતી,અહિ સુધી કે એક વ્યક્તિની ધરપકડ કરી, રીમાન્ડ લઈને જેલ હવાલે કરી દેવાયા છતાં આ કેસ ખરેખર શું હતો, કોને પકડાયો છે તેની ગુપ્તતા જાળવવામાં કરાઈ રહેલી ઘણી મહેનતજ, ઘણુ પ્રતિપાદીત કરતા હોવાનો સુર જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે ફરી દિવ્ય ભાસ્કર દ્વારા પ્રક્રિયાનું સન્માન કરતા કંડલા કસ્ટમનો સંપર્ક કરાયો, પરંતુ મગનું નામ મરી તેમણે પાડ્યું નહતું.

કસ્ટમના હાથમાંથી વટાણા વેરાઈ રહ્યા છે, તપાસમાં અન્ય એજન્સીઓ જોડાય તેવી સંભાવના
કંડલા કસ્ટમે કરેલા કેસની તપાસ જે રીતે ચાલી રહી છે તે અંગે ઉઠતા પ્રશ્નોનો પડઘો દિલ્હી હેડક્વાટરમાં પણ પડી રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જેથી ટુંકમાં અન્ય એજન્સીઓ પણ આ કેસની તપાસમાં જોડાય તેવી પુર્ણ સંભાવના બનેલી છે. સિગારેટના બે કન્ટૅનરને ઝડપ્યા બાદ, તેજ કડીઓના આધારે અન્ય ચાર કન્ટેનરની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં મીસ ડિક્લેર કરેલો વટાણાનો જથ્થો મળી આવ્યો હતો. આજ પાર્ટીના હજુ ઘણા કન્ટેનરો શંકાના દાયરામાં હતા, જે અંગે વિભાગ કોઇ કાર્યવાહી થયાનું જણાવી નથી રહ્યું.

અન્ય સમાચારો પણ છે...