તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીમ્બરમાં આગ:આગમાં ભુંજાયેલા જનરલ મેનેજરનું કંકાલ મળી આવ્યું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીઠીરોહરમાં લાગેલી આગ 24 કલાકે કાબુમાં આવી
  • લાખોના નુકસાનની વકીઃ 20થી વધુ અગ્નિશમન દળના 60થી વધુ ફેરા

ગાંધીધામના ભાગોળે મીઠીરોહર જીઆઈડીસીમાં અરુણાચલ ટીમ્બરમાં લાગેલી આગ 24 કલાક બાદ કાબુમાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધી અંદર જવાની સ્થિતિ ઉભી થઈ નહતી. દરમ્યાન કંપનીમાં જનરલ મેનેજરનો કંકાલ બની ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેને તપાસ માટે મોકલાયો હતો.

બુધવારના બપોરે 4 વાગ્યાના અરસામાં મીઠીરોહર જીઆઈડીસીમાં આવેલા અરુણાચલ ટીમ્બરમાં ભભુકી ઉઠેલા આગ છેક બીજા દિવસે 24 કલાકના અરસા બાદ કાબુમાં આવી હતી. જે માટે આ ગાળા દરમ્યાન 20થી વધુ ફાયર ફાઈટરોએ 60થી વધુ ફેરા મારીને સતત પાણીનો છંટકાવ ચાલુ રાખ્યા બાદ સ્થિતિ કાબુમાં લવાઈ હતી. તો ઘટનામાં કંપની કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપનીના જનરલ મેનેજર જે અંદરજ કોઇ રીતે ફસાઈ ગયા હતા, તેનો સંપુર્ણ ખાક થઈ ગયેલો કંકાલ મળી આવ્યો હતો. પીએસઆઈ જી.કે. વહુનીયાએ જણાવ્યું હતું કે 57 વર્ષીય મુળ હૈદરાબાદના પી. સંપટનો ભસ્મીભુત થયેલી હાલતમાં મૃતદેહ સ્થળ પરથી લઈને હોસ્પિટલ મોકલાયો હતો. જેના કારણે કંપની સહિતના લોકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી. સ્થળ પર ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે આગ પર કાબુ મેળવ્યા બાદ પણ કંપનીની અંદર જઈને તપાસ કરવી મોડી સાંજ સુધી શક્ય બન્યું નહતું. આટલા સમય સુધી લાકડાઓમાં લાગેલી અગ્ની અને તેના કારણે પેદા થયેલી જ્વાળાઓના કારણે હજી પણ સંપુર્ણ રીતે સ્થળ શાંત થતા થોડૉ સમય લાગી શકે છે. આગ લાગવા પાછળ શું કારણો જવાબદાર હતા તે હજી સ્પષ્ટ થઈ શક્યુ નથી, તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. નોંધવુ રહ્યુ કે ગત રોજ બનેલી આગની આ બીનાથી આખા વિસ્તારમાં ઘુમાડાઓ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...