તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સિંધી સમાજની બહેનોએ તિજડી વ્રતની કરી ઉત્સાહથી ઉજવણી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજની મહિલાઓ આયોજકોને આપ્યો સહયોગ
  • મહેંદી લગાવવા ઉપરાંત પ્રાસંગીક નૃત્યનું પણ કરાયું આયોજન

‘તિજડી’ સિંધી સમાજ ની બહેનો અને મહિલાઓ દ્વારા ભાઈ અને પતિના રક્ષણ માટે શ્રાવણ વદ ત્રીજ ના રોજ હાથ માં મહેંદી લગાડી અને લાંબી ઉમર માટે વ્રત રાખતા પૂજા અર્ચન કરી મનાવવામાં આવતો મહત્વપૂર્ણ તહેવાર છે.ગાંધીધામ આદિપુરના સિંધી સમાજ અને મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક સ્થળે મહિલાઓ માટે સમૂહમાં તિજડી તહેવાર મનાવવા આયોજન કરવામાં આવ્યું હતું. લાઇન્સ કલ્બ આદિપુર દ્વારા લાઇન ક્લબ ગાંધીધામ ખાતે મહિલાઓ માટે મહેંદી લગાડવા, રમતો અને પ્રાસંગિક નૃત્ય ગીતનું આયોજન કર્યું હતું.

લાઇન્સ આદિપુરના પ્રમુખ અશોક દામાંના હોદા અંતર્ગત પ્રોજેક્ટ ચેરપર્સન એકતા આદતાણી, અરુણ લખવાણી આયોજન સાથે કેતન ગોયલ- મંત્રી, ગોપાલ તીર્થણી-ખજાનચી કાર્યક્રમ માટે જહેમત ઉપાડી હતી. કાર્યક્રમ સ્થળ માટે ગાંધીધામ લાઇન્સ પ્રમુખ લલિત ધલવાણી, મંત્રી યમન દુનેચા, ખજાનચી આરતી છતલાણીનું સહકાર મળ્યું હતું.

સિંધની પૌરાણિક કથાનું મહાત્મ
સિંધની પૌરાણિક કથાઓ માની એક તિજડી કથા જે ભાઈ, બહેન અને બનેવીની વાર્તા આજ પણ પ્રસિદ્ધ છે, સિંધી સમાજની મહિલાઓ આ દિવસે સમૂહમાં મળી તિજડી માતાના છોડનું પૂજા અર્ચન કર્યા પછી પ્રચલિત વાર્તા ગુર્યાણી (સિંધી બ્રાહ્મણના પત્ની) દ્વારા તેમને સંભળાવવામાં આવતી હોય છે. સાત દિવસ પૂર્વ આ બ્રાહ્મણ માતા દ્વારા માટીના પાટમાં સાત અનાજ વાવીને ત્રીજના તિજડી માતા રૂપે પૂજા કરાય છે. શ્રાવણ વદ બીજની રાતે કુંવારી કન્યાઓ, લગ્ન કરેલ મહિલાઓ મહેંદી લગાડતી હોય છે. શ્રાવણ વદ ત્રીજના સવારે વહેલી પોળમાં મહેંદીના રંગને જોઈ અને પાણી ગ્રહણ કરે છે. સ્નાન કરી તિજડી માતાનું પૂજન કરવામાં આવે છે. આખો દિવસ વ્રત રાખવામાં આવે છે. સાંજે ફરી તિજડી માતાનું પૂજન કરાય છે અને તે પછી સિંધી સમાજના ઇષ્ટદેવના દર્શન કરી દૂધ અક્ષક ચડાવ્યા પછી જ સ્વયં પાણી કે અન્ન ગ્રહણ કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...