તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રૂ.18 લાખનો વેરો ન ભરતા સિંધુ ભવનનું ગટરનું કનેકશન કટ કરાયું

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રામબાગ, ડીપીટી સહિતનાનો લાખો રૂપિયાનો વેરો વિવાદને લઇને ભરાતો નથી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝૂંબેશ માર્ચ એન્ડીંગના પગલે તેજ બનાવવામાં આવી છે. અંદાજે 18 લાખ જેટલો વેરો બાકી હોવાથી સિંધુ ભવનનો ગટરનું કનેકશન કટ કરવામાં આવ્યાના સંકેત મળી રહ્યા છે અને હવે વેરો ન ભરાય તો પાણીનું કનેકશન કાપવાની સાથે મિલ્કત સીલ કરવાની તૈયારી પણ પાલિકાએ શરૂ કરી છે. જોકે, રામબાગ હોસ્પિટલ, ડીપીટી સહિતના અન્ય પાસે લાખો રૂપિયા બાકી હોવા છતાં વિવાદને લઇને નગરપાલિકા આંખ આડા કાન કરી રહી હોય તેમ જણાઇ રહ્યું છે.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માર્ચ એન્ડીંગના પગલે વધુને વધુ આવક જેટલી આવે તે માટે પાલિકાએ હવે રહી રહીને કવાયત હાથ ધરી છે. ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સિંધુ ભવનનું લાખો રૂપિયાનું બિલ બાકી હોવાથી અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી.

આમ છતાં બિલ ભરવામાં આવ્યું નથી. એસઆરસી અને સિંધુ ભવન વચ્ચે કાંઇક બિલ ભરવા મુદ્દે સંકલન ન હોવાથી આવી સ્થિતિ થઇ હોવાનો દાવો પણ પાલિકાએ કર્યો છે. દરમિયાન દીન દયાળ પોર્ટ પાસે પણ લાખો રૂપિયા બાકી છે. જ્યારે રામબાગ હોસ્પિટલ, કેડીબીએ વગેરે પાસે પણ વેરા બાકી હોવાને લઇને બેઠકો કરવામાં આવી રહી છે. બીએસએનએલના બીકી વેરાને લઇને મુખ્ય અધિકારીએ બેઠક પણ યોજી હતી.

હવે ગણતરીના દિવસો નાણાંકીય વર્ષને પૂર્ણ થવાના હોવાથી હજુ પાલિકા મોટી આશા લઇને બેઠી છે. જેમાં આજે ટેક્સ કલેકશનના બારી ખુલ્લી રાખવામાં આવતાં થોડી ઘણી વસૂલાત પણ થઇ છે. હજુ બે દિવસ રજાના દિવસે વસૂલાત થાય તેવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો