તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:પાણીની ગંભીર કટોકટીથી લોકોના નાકે આવ્યો દમ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં-7એ થી ડી, 10એમાં15 દિ’થી ટીપુ નથી પડ્યું
  • ખાનગી ટેન્કરોનો સહારો લેવા લોકો બન્યા મજબૂર

ગાંધીધામમાં વધુ એક વાર ટેંકર યુગ આવે તેવી સંભાવના ઉભી થવા પામી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા એક પખવાડીયાથી પાણીનું એક ટીપુ પણ ના આવ્યું હોવાની ફરિયાદો ઉગ્ર બનવા પામી છે. શહેરના વોર્ડ નં. 7એ, બી, સી. ડી, 10એ, એએ, 9એજી, જલારામ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણીનો સપ્લાય લાંબા સમયથી ઠપ્પ પડ્યો છે. છેલ્લા 15 દિવસથી તો પાણીનો સપ્લાય સંપુર્ણ ઠપ્પ હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાણીએ મુળભુત જરૂરીયાતોમાંથી એક છે, અને તાજેતરમાં વરસાદ સારા પ્રમાણમાં પડ્યા બાદ પણ પાણીની આટલા ટુંકા સમયમાં ખોટ પડતા લોકોમાં રોષનો માહોલ છે. અહિ રહેતા સુદર્શન મોતીયાનીએ જણાવ્યું હતું કે પાણીએ લોકોની મુળભુત જરૂરીયાત છે,તે પણ પાલીકા પુરી નથી કરી શકતી તે આશ્ચર્ય જનક અને દુખદ પરિસ્થિતિ છે. આના કારણે સ્થાનિક વિસ્તારના લોકોને પોતાની રોજીંદી જરૂરીયાતોને પુરી કરવા માટે ખાનગી ટેન્કરોનો સહારો લેવા મજબુર થવુ પડી રહ્યું છે. અગાઉ પણ વારંવાર આવી પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે ક્યાં સુધી લોકો પરેશાનીનો સામનો કરતા રહેશે તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...