તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસર્જનમાં જોવા મળતી ઢીલાશ:સર્વિસ રોડ તો ખાલી કરાયો, હવે તેને ઉપયોગ લાયક બનાવવાની જોવાતી રાહ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દબાણ હટ્યાને લાંબો સમય છતાં અડધા માર્ગનું નિર્માણ ન થતા ઉપયોગ વિહોણો
  • ઈફ્કોનું દબાણ હટાવવા દાખવાયેલી સક્રિયતા હવે સર્જન પ્રક્રિયામાં પણ દાખવાય

ગાંધીધામના એક સમયે ચકચારી બનેલા ઈફ્કોના સર્વિસ રોડના પ્રશ્નનો ઉકેલ આવ્યા બાદ હવે જે સર્વિસ રોડ માટે આ લડાઈ છેડાઈ હતી તે અંગે પ્રશાસન આળસ ન ઉડાદતા પરિસ્થિતિ જેમની તેમ બની રહી છે. ઈફ્કો ગેટ સુધીનો અડધો માર્ગ ઉપયોગમાં લઈ શકાય તેમ છે, પરંતુ ત્યારબાદના અડધા માર્ગમા અદ્ધવચ્ચેથીજ રોડ પુરો થઈ જતા તે નિર્થક બની રહ્યો છે.

ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે સર્વિસ રોડનો ઉપયોગ વધારાય તો રોડનો ટ્રાફિક અબે અકસ્માતોની સંભાવના પણ ઘટે તેવો મત પ્રવર્તતો હતો. લાંબા પ્રયાસો બાદ સર્વિસ રોડ ઉપરથી દબાણ હટાવી લેવાયું હતું,અને એક તરફનો માર્ગ ખુલો કરાયો હતો. ત્યારબાદ થોડા સમયના અંતરાલે બીજા તરફનો માર્ગ પણ ખુલો કરાયો હતો.

પરંતુ તે સર્વિસ રોડ અડધેજથીજ બંધ થઈ જતો હોવાથી તેનો કોઇ ઉપયોગ ના લાયક નથી. જેથી આ રોડનું કાર્ય સત્વરે હાથ ધરાય તોજ આ મુહીમનો અર્થ સરે અને ટાગોર રોડ પર થતા ટ્રાફિકમાં આંશિક રાહત મળી શકે તેવો સુર જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...