તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સચિવે કહ્યું સારી ફુટપાથ બને છે, લોકોએ પૂછ્યું ક્યાં?

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામના નામ સાથે કામગીરીનો હતો ઉલ્લેખ

ટ્રાફીક ધરાવતા મુખ્ય માર્ગો પર પાલિકાએ પાઈપ લાઈન બીછાવવાના કામ માટે તોડી નાખ્યા બાદ ગત ત્રણ દિવસોથી ભુકંપ ગ્રસ્ત જેવી હાલત ઘણા માર્ગોની થઈ ગઈ છે. આ વચ્ચે કેંદ્રીય સ્તરના સેક્રેટરીએ પોસ્ટ નાખીને જણાવ્યું હતું કે ગાંધીધામમાં તો ફુટપાથ સહિતના માર્ગો સંલગ્ન માર્ગોનું નિર્માણ ચાલી રહ્યું છે. જેને લઈને સ્થાનિકોએ બાબતને ટ્રોલ કરી હતી. ભારત સરકારના હાઉસીંગ અને અર્બન અફેર્સના સચીવ દુર્ગા શંકર મીશ્રાએ ‘અમૃત મીશન’ અંતર્ગત દેશના વિભીન્ન ભાગોમાં નોન મોટરેબલ વાહનો માટે અલાયદા માર્ગો, ફુટપાથની રચના કરવામાં આવ રહી હોવાનું અને તેમાં ગુજરાતના ગાંધીધામ, અમદાવાદ, સુરત પણ સામેલ હોવાનો ઉલ્લેખ સોશ્યલ મીડીયા માધ્યમોમાં કર્યો હતો. જેને લઈને સ્થાનિક નાગરિકોએ પોતાના મંતવ્ય જણાવતા લખ્યું હતું કે અહીયા તો જેટલા ફુટપાથ બનેલા છે, તેને પણ તુટતા અમે જોઇ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...