તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટનો ભેદ ઉકેલ્યો:છરીની અણીએ લૂંટ કરનારો દબોચાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 માસ પહેલા ચાવલા ચોકમાં અંજામ અપાયો હતો
  • પકડાયેલા ખારીરોહરના આરોપી પાસેથી 56 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો

ગાંધીધામના ચાવલા ચોક પાસે 9 મહિના પહેલાં મકાનમાં ઘૂસી છરીની અણીએ લૂંટ ચલાવનાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી લૂંટનો ભેદ ઉકેલ્યો હતો.

આ બાબતે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, આજથી 9 માસ પહેલાં ચાવલા ચોક પાસે આવેલા મકાનમાં રાત્રીના સમયે ઘૂસી સૂતેલા બાળકને છરી બતાવી છરીની અણીએ લૂંટને અંજામ આપનાર ખારોરોહરના કબ્રસ્તાન પાસે આવેલા મહાદેવ ફળિયામાં રહેતા યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણા ખન્ના માર્કેટમાં છે. આ બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી તેને પકડી લીધો હતો અને પુછપરછમાં તે લૂંટ તેણે કરી હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલા લૂંટના આરોપી યુનુસ ઉર્ફે મોન્ટી પાસેથી લૂંટમાં ગયેલા રૂ.30,000 ની કિંમતની 5.900 ગ્રામ સોનાની બૂટ્ટીની જોડ, રૂ.20,000 ની કિંમતના 4.260 ગ્રામ સોનાની સેર તેમજ રૂ.5,000 ની કિંમતનો 1 મોબાઇલ, રૂ.1,700 રોકડા અને લૂંટમાં વાપરેલી છરી સહિત કુલ રૂ.56,700 નો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ માટે એ-ડિવિઝન પોલીસને સોંપાયો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઇ સાથે સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...