કાર્યવાહી:સામખિયાળી પાસે છરીની અણીએ લૂંટ કરનાર 1 પકડાયો

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક ચાલકને છરી બતાવી 25 હજારની લૂંટ કરી હતી : એક ફરાર

સામખિયાળી પાસે પગે ચાલીને જઇ રહેલા ટ્રક ચાલકને છરી બતાવી બાઇક પર આવેલા બે શખ્સોએ રૂ.25 હજારની લૂંટને તા.10/11 ના અંજામ આપ્યો હતો જેમાં સ્થાનિક પોલીસે એક આરોપીને લૂંટ કરેલા મોબાઇલ સાથે પકડી લીધો હતો જ્યારે એક આરોપી હજી પણ ફરાર છે.

પીએસઆઇ એ.વી.પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.10/11 ના સાંજે રવેચી ટ્રાન્સપોર્ટનો ટ્રક ચાલક ગુરતેજસિંઘ બલવિન્દ્રસિંઘ શેરગીલ ઇટી કંપની પાસેથી પગે ચાલીને જઇ રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા જંગીના વિનોદ રામાભાઇ કોલી અને સામખિયાળીના જયેશ દયારામ મારાજે તેમને રોકી મોબાઇલની માંગ કરી હતી જે ન આપતાં છરી હાથમાં મારી રૂ.8,000 ની કિંમતનો મોબાઇલ તેમજ રૂ.17,000 રોકડા મળી કુલ રૂ.25,000 ની લૂંટને અંજામ આપી નાસી ગયા હતા.

આ બાબતે ગુરતેજસિંઘે નોંધાવેલી ફરિયાદના આધારે સ્થાનિક પોલીસે ગોઠવેલી વોચ દરમિયાન આ લૂંટને અંજામ આપનાર બે પૈકી જયેશ દયારામ મારાજ (સુંબડ)સામખિયાળીના બસ સ્ટેશન પાસે હોવાની બાતમીના આધારે તેને પકડી લઇ લૂંટ કરેલો મોબાઇલ કબજે કર્યો હતો. જો કે આ ઘટનાને અંજામ આપનાર વિનોદ રામાભાઇ કોલી હજી પણ ફરાર છે. પોલીસે તેને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...