તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:પાણી લીકેજના કારણે એક દિવસ પહેલા બનાવેલો રસ્તો તોડવો પડ્યો

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીલાશાહમાં પાણીની લાઇન લીકેજની સમસ્યાએ સર્જી મોકાણ
 • 12 કરોડના ખર્ચે સંકુલમાં નખાઇ રહેલી પાણી અને ગટરની લાઇન મુદ્દે વધુ એક વિવાદ

ગાંધીધામ- આદિપુરમાં વરસાદી મારથી બિસ્માર બનેલા માર્ગોનું નવીનીકરણ કરવા માટે 12 કરોડની રકમ સરકારે ફાળવી છે. જેના કામો શરૂ થઇ ગયા છે. ગાયત્રી મંદિરથી લીલાશાહ સર્કલ સુધી ગઇ કાલે જ બનાવેલો રોડ પાણી લીકેજની સમસ્યાને કારણે નર નારાયણેશ્વર મંદિરની પાછળના ભાગે તોડવો પડ્યો હોવાની વિગત બહાર આવી રહી છે. શહેરમાં વિકાસ કામો કરાવવા માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. લાંબા સમયથી ચાલતી આ પ્રક્રિયામાં હાલ રસ્તાના કામો ચાલી રહ્યા છે. તેમાં લીલાશાહ વોર્ડ ઓફિસ સામે નવો બનાવેલો રોડ તોડવાની નોબત આવી હતી. રોડની કિનારી સહિતનો ભાગ હાલ ખોદકામમાં તોડવો પડ્યો છે.

જ્યારે બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પેવર બ્લોક નાખવાથી લઇને અન્ય કામો પણ ચાલી રહ્યા છે. જીયુડીસી હસ્તક પાણી અને ગટરની લાઇનના કામો પણ પૂર્ણતાના આરે છે અને તેમાં કેટલાક કામોમાં અગાઉ વિવાદ પણ થઇ ચૂક્યા છે. ગટરના જોડાણ આપવા સહિતના બાબતે પણ જોઇએ તેવી કાળજી રાખવામાં આવતી ન હોવાનો કચવાટ જે તે વિસ્તારમાંથી ઉઠ્યો હતો. કેટલાક વિસ્તારોમાં મુખ્ય લાઇનમાંથી લોકોએ નિયમ મુજબ ગટરના જોડાણ લઇ પણ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો