તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:પહેચાન ગૃપે 100 થી વધુ કેમ્પમાં સેવા આપનાર તબીબનું સન્માન કર્યું

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ, અમદાવાદ, દિલ્હી વગેરે સ્થળો પર ફ્રીમાં માર્ગદર્શન આપ્યું

કોરોના મહામારીના સંકટ સમયે પ્રથમ અને દ્વિતીય લહેરમાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ગાંધીધામ કરછનાં “સેવા હી પરમો ધમૅ” સુત્રને સાથૅક કરનાર ડો. સુનીતા દેવનાનીએ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ 100 થી વધારે મેડીકલ કેમ્પમાં સેવા આપી હતી.વધુમાં રોગપ્રતિકારક શકિત વધારવા નિ:શુલ્ક દવા વિતરણ કર્યું હતું. તેઓએ માત્ર કચ્છમાં નહીં પરંતુ ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, સુરત, જુનાગઢ વગેરે તેમજ ગુજરાત બહાર મુંબઈ, દિલ્હી, પુના વગેરેનાં દદીઁઓએ સંપર્ક કરતા નિ:શૂલ્ક ટેલીફોનીક સારવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .

તેઓની સારવારમાં તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થતાં તેઓએ ડોક્ટરને આભાર વ્યક્ત કરી રહ્યા છે. સ્થાપક મનિષા ગોયલે ડો. દેવનાનીની સેવા બિરદાવી આભાર વ્યક્ત કરી શાલ ઓઢાડી અને સંસ્થા સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પારૂલ વાય. સોની આ સેવા સન્માનની યાદગાર ક્ષણમાં જોડાયેલ,એવું મનિષા ગોયલની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...