ફરિયાદ:રાપરમાં સાર્વજનિક પ્લોટ પચાવનાર વિરૂધ્ધ ગુનો નોંધાયો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારની 5 દુકાનો પર કબ્જો કરી લેવામાં આવતા લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ

રાપરમાં સાર્વજનિક પ્લોટો પચાવનાર, તો અંજારમાં 5 દુકાનો ઉપર કબજો જમાવનાર વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. રાપરના ત્રંબૌ ત્રણ રસ્તા પાસે ક્રિષ્નાનગરમાં રહેતા 56વર્ષીય શાંતિલાલ વીરજીભાઇ સુથારે નોંધાવેલી ફરિયાદ મુજબ, રાપરના લીરા ગોવાભાઇ વાવીયાએ સર્વે નંબર 327/2 વાળી જમીન એનએ કરાવી 1 થી 21 નંબરના પ્લોટો વેંચાણ કરતા તેમણે વર્ષ-2005 માં તેમણે છ પ્લોટ વેંચાતા લીધા હતા. જે પૈકી પ્લોટ નંબર 1 અને 2 સારવજનિક પ્લોટ હતા અને પ્લોટ નંબર 3 ત્રંબૌ ત્રણ રસ્તા પર રહેતા જગદિશ દેવજીભાઇ દેવડાએ લીધો હતો.

પરંતુ પ્લોટ નંબર 1 અને 2 સાર્વજનિક પ્લોટો હોવા છતાં પચાવી પાડવાના ઇરાદે દબાવી લેતાં તેમણે કચ્છ કલેક્ટરને ગુનો નોંધવા ફરિયાદ અરજી કરી હતી. તમામ તપાસ બાદ તેમના વિરૂધ્ધ રાપર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. તો અંજારના વર્ધમાન નગરમાં રહેતા 32 વર્ષીય જીગ્નેશ વેલજીભાઈ ગામોટની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીના પિતાની 5 દુકાનો જુના વોર્ડ નં. 8, મ્યુ. મિલકત નં. 846, સીટી સર્વે નં 3281, શીટ નં. 84થી આવેલી છે.

જેમાં બાલાજી નગરમાં રહેતા 60 વર્ષીય ડાયલાલ વૃજલાલ ગામોટે ગેર કાયદેસર રીતે કબ્જો કરી લીધો હોવાથી આ બાબતની ફરિયાદ અરજી કલેકટર સમક્ષ કરવામાં આવી હોવાથી કલેકટરના હુકમ બાદ અંજાર પોલીસ મથકે દબાણ કરનાર આરોપી વૃદ્ધ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...