તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપરમાં અગાઉના ઝઘડાની અદાવતમાં 6 જણાએ પરિવાર ઉપર પથ્થર અને લાકડી વડે હુમલો કરી ઇજા પહો઼ચાડી હોવાની તેમજ ફુલપરા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં ઘેટા ચરાવવાની ના પાડનાર યુવાનને કાનમાં લાકડી ફટકારી ગંભીર ઇજા પહોંચાડ્યા બાદ સમાધાનની ના પાડનાર તેના પિતાને જાનથી મારી નાખવાની ધામી અપાઇ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાયા છે. રાપરના તકિયાવાસમાં બનેલી ઘટનામાં 55 વર્ષીય ધરમશીભાઇ પુંજાભાઇ ધૈયડાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની લારી લઇને જઇ રહ્યા હતા ત્યારે તેના ભત્રીજા કીરણ સાથે થયેલા અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી વિજય પ્રેમજી ધૈયડા, રમેશ લાખાભાઇ મેરીયા, આશિષ જેમલભાઇ મેરિયા, ભાવેશ ધૈયડા, મનિષ ધરમશી મેરીયા, અજય મેરીયા અને તેના સાજેના અન્ય અજાણ્યા ઇસમો હાથમાં પથ્થર અને ધોકા લઇને કીરણને માર મારી રહ્યા હતા ત્યારે તેમને છોડાવવા ગયેલા ધરમશીભાઇને વિજય પ્રેમજી ધૈયડાએ ઉપાડી નીચે પટક્યા હતા
તેમજ ભત્રીજાને, ભાઇના પત્ની હંસાબેન ધજાભાઇ, ગોમીબેન હરીભાઇ અને ફઇના દિકરાની વહુન જમુબેન માનસંગભાઇને પણ માર મારી ઇજા પહોંચાડી હતી. તો આ કિસ્સામાં ઘટનામાં હુમલા અંગેના બહાર આવેલા ફોટા, વીડીયોમાં તુફાન અને બાઈક જેવા વાહનો પણ દ્રષ્ટીગોચર થાય છે, જે અંગે ફરિયાદમાં કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે પાછળના કારણો અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. તો ગત 13/11 ના ફૂલપરા ગામના વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં 50 વર્ષીય રણછોડભાઇ ડોસાભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે કે તેમનો પુત્ર ભાવેશ ખેતરે હતો ત્યારે સણવા ગામના લખાભાઇ જોગાભાઇ રબારી અને પાંચાભાઇ સવાભાઇ રબારી પોતાના ઘેટાના વંગને ખેતરમાં ગુવારની ફળી અને ચારો ચરાવવા આવ્યા હતા જેમને ભાવેશે ના પાડતાં પાંચાભાઇએ ભાવેશને પકડી રાખ્યો હતો અને લાખાભાઇએ લાકડી કાન ઉપર ફટકારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
ત્યારબાદ આ બનાવ અંગે સણવા ગામના વઘુભાઇ અણદાભાઇ રબારી અને સોમાભાઇ ખેંગાભાઇ રબારીએ રણછોડભાઇને સમાધાન કરવાનું કહેતાં રણછોડભાઇએ સમાધાનની ના પાડતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાપર પોલીસે બન્ને બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.