તપાસ:પ્રતિબંધિત સિગારેટનો જથ્થો કસ્ટમના અધિકારીએ આપ્યો હતો?

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ઝડપેલી વિદેશી સિગારેટના સ્ત્રોતની તપાસ
  • વિષ્ણુ મારવાડી વિરુદ્ધ પણ કેસ દાખલ, તેના કહેવાથી 17 હજારનો જથ્થો લેવાયો હતો

કંડલા મરીન પોલીસે ગત રોજ ઓઈલ જેટી પાસેથી આવતી એકકારને રોકાવીને તપાસ કરતા તેમાથી વિદેશી સિગારેટના પ્રતિબંધીત 170 પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થો પોર્ટ અંદરથી બહાર આવતો હોવાથી તે કોઇ વેસલમાંજ આવ્યો હોવાનો અને કસ્ટમ સબંધિત વ્યક્તિએ આપ્યો હોવાની સંભાવનાની દિશામાં તપાસનો દોર આગળ વધ્યો છે. આ કેસમાં ડીપીટી કર્મી સાથે તે જથ્થો જેણે મંગાવેલો તે ગાંધીધામના ગુરુકુળ, સિંઘુબાગ એરીયામાં રહેતા વિષ્ણુભાઈ અગ્રવાલ (મારવાડી) વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોમવારના કંડલા પોર્ટની ઓઇલ જેટી નંબર – 1 પરથી વિદેશી સિગારેટનો જથ્થો લઇને સફેદ કલરની અલ્ટો કાર ગાંધીધામ તરફ જવા માટે નીકળી છે. આ બાતમીના પગલે વોચ રાખી બાતમી મુજબની કાર આવતાં તેને રોકી તલાશી લેતાં કારમાંથી રૂ.17,000 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની પ્રતિબંધીત વિદેશી સિગારેટના 170 પેકેટો સાથે ગોપાલપુરીમા઼ રહેતા અને દીન દયાળ પોર્ટના ફાયર બ્રીગેડ વિભાગમાં ફરજ બજાવતા હેમંતકુમાર વિષ્ણુભાઇ પટેલની અટક કરીને કુલ 1.22 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...