કાર્યક્રમ:કોરોનાની મનોવૈજ્ઞાનિક અસરો વિશે છણાવટ કરાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી સામે રસીકરણ સહિતની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં દીન દયાળ પોર્ટ દ્વારા અગાઉ કર્મચારીઓ અને કામદારો માટે વેક્સિન માટે તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરમાં કોરોનાની મનો વૈજ્ઞાનિક અસરો પર તજજ્ઞો દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

ડીપીટીના આઝાદી કા અમૃત મહોત્સવના 34 મા સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં ડો.ધૈવત મહેતા દ્વારા માનવ જીવનમાં કોરોનાની મનોવૈજ્ઞાનિક અસરો પર સત્ર યોજીને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યુ઼ હતું. વિવિધ બાબતોની છણાવટ કરીને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લીધો હતો. જેમાં ડીપીટીના સચીવ સી.હરિશ્ચંદ્રન અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...