તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:10 વર્ષે મીઠાના ભાડાપટ્ટાની જમીન પર સૂચિત બિનખેતી કર હટાવાયો

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 2011માં મીઠાની ભાડાપટ્ટાની જમીન પર જમીન ભાડું, પંચાયત કર, પંચાયત ઉપકર અને શૈક્ષણિક કર, બિનખેતી આકાર લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મહેસુલી અધિનિયમ મુજબ મીઠું પકવવાની ભાડાપટ્ટાની જમીનને લાગુ પાડી શકાય તેમ ન હોઇ જે તે સમયે મીઠા ઉત્પાદકોના એસોસિએશન ધ ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ત્યારથી લઇઅત્યાર સુધી રજૂઆતો કરી હતી. આખરે મીઠાની ભાડાપટ્ટાની જમીન પર સૂચિત બિનખેતી કરના વધારાના કર બોજને મહેસુલ વિભાગના નોટિફિકેશન દ્વારા રદ્દ કરવામાં આવતાં મીઠા ઉત્પાદકોમાં આનંદની લાગણી જન્મી છે. સૂત્રોના દાવા મુજબ દર વર્ષે કચ્છ સહિત રાજ્યમાં 8થી 9 કરોડનો ફાયદો થશે.

દેશમાં 80 ટકાથી વધુ હિસ્સો મીઠા ઉદ્યોગનો ગુજરાત છે, જેમાં કચ્છનો 40 ટકા ફાળો છે. અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા 2011 દ્વારા મીઠાની ભાડાપટ્ટાની જમીન પર પંચાયત ઉપકર સહિત અન્ય કર લેવામાં આવતા મીઠું પકવવાની ભાડાપટ્ટાની જમીનને લાગુ પાડી ન શકાય તેમ હોઇ તેવી દલીલો કરવામાં આવી હતી. 12 વર્ષથી આ બાબતે સરકારમાં માગણી કરવામાં આવતી હતી અને મહેસુલ વિભાગના તા.2-9-20ના બીનખેતી કર લાગુ કરવાના સૂચિત નોટિફિકેશન સામે પણ મીઠા ઉત્પાદકો પાસે વાંધા મંગાવવામાં આવ્યા હતા. ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસોસિએશનના વડપણ હેઠળ તમામ મીઠા ઉત્પાદક જિલ્લામાં પ્રાદેશીક ઉત્પાદક અને લીધ ધારકો દ્વારા વાંધા રજૂ કરાયા હતા. જે જમીન ખેતી લાયક ન હોય તે જમીન પર આવો કર ન્યાયોચિત ન ગણાય તેમ પણ જણાવાયું હતું. બીન ખેતી કર મીઠાની ભાડાપટ્ટાની જમીન પર લાદી તેના બહાના હેઠળ મીઠાના ભાડાપટ્ટા રિન્યુ અટકાવવા ઉચિત ન હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચર એસો. (ઇસ્મા) દ્વારા મીઠા ઉદ્યોગના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મહેસુલ મંત્રી કૌશીક પટેલ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆતો કરતા તા.25-6-21ના નોટિફિકેશનથી રદ્દ કરવાનો ઠરાવ કરવામાં આવતા મીઠા ઉત્પાદકોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. જોકે, 10 વર્ષથી વધુ સમયથી આવા વહીવટી કારણોસર મીઠાની લીઝ રિન્યુ કરવાની કામગીરી કલેક્ટર કક્ષાએ અટકી છેતે રિન્યુ થાય અને 300 એકર સુધીના મીઠાની જમીનના ભાડાપટ્ટા કલેક્ટર કક્ષાએ રિન્યુ કરવા એસો.ના પ્રમુખ બી.સી. રાવલે માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...