મતદાર યાદી સુધારણા કામગીરી:લોકશાહીને મજબૂત બનાવવા મતદાર નોંધણીની પ્રક્રિયા મહત્વપૂર્ણ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેર કોંગ્રેસએ મતદાર યાદી સુધારણાની કામગીરીની વિવિધ શાળાઓમાં મુલાકાત લીધી

ગાંધીધામ, આદિપુરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કામગીરીની વિવિધ શાળાઓમાં જઈને શહેર કોંગ્રેસએ મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે મજબૂત લોકશાહી માટે મતદાર યાદીની નોંધણી પ્રક્રિયા પાયાના પથ્થર સમાન કામ કરે છે, જેથી દરેક વ્યક્તિએ તેનું નામ નોંધાયેલું છે કે નહી તે ચેક કરીને યોગ્ય સુધારા કરવવા જોઇએ.

મતદાર યાદી સુધારણાની ચાલી રહેલી કામગીરીની વિવિધ શાળાઓમાં શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધી, ચેતન જોશી, અમિત ચાવડા, વિપુલ મહેતા, લતીફ ખલીફા, ઈકબાલ મિયાણા વગેરે દ્વારા કાર્ગો, સેકટર 5 અને 7, સુંદરપુરી,10 એ, પી.એન. અમર્શી વગેરે સ્થળોએ જઈને મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...