નગરપાલિકાની કામગીરી:રેલવે સ્ટેશન બહાર થયેલા દબાણોને હટાવાયા

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરી દબાણ ખડાકાયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું

ગાંધીધામના પ્રવેશદ્વાર સમા રેલવે સ્ટેશનના ગેટ બહારજ નોનવેજ હાટડાઓ ધમધમી ઉઠ્યા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કર્યા બાદ હરકતમાં આવેલા પ્રશાસને થયેલા દબાણને હટાવ્યા હતા, જેને શહેરના અગ્રણી સંસ્થાઓ થકી આવકાર મળ્યો હતો.

ગાંધીધામ રેલવે સ્ટેશનની બન્ને તરફ ઉભા થયેલા દબાણો પર અગાઉ કાર્યવાહી કરીને દબાણ હટાવાયા હતા. પરંતુ ફરી ત્યાં કેટલાક તત્વોના સમર્થનના કારણે ફરી ઉભા થતા તેના વિરુદ્ધ અવાજ ઉઠવા પામ્યો હતો. હરકતમાં આવેલી ગાંધીધામ નગરપાલિકાએ શનિવારના સવારનાજ સ્થળ પર પહોંચીને નાળાઓ પર થયેલા અને થવાના પ્રયાસ થતા પાંચેક દબાણ હટાવી નાખ્યા હતા.

જેમાં બીરીયાની, નોનવેજ, પાન બીડી સહિતના લારીગલ્લા સામેલ છે. નોંધવું રહ્યું કે શહેરનો પ્રવેશમાંજ સારુ દ્દશ્ય ઉભુ થાય તે માટે ત્યાં વૃક્ષારોપણ કરાયું હતું અને નાળાઓ કવર કરાયા હતા. પરંતુ ફરી તે બધી સ્થિતિઓ છતાં ફરી દબાણના પ્રયાસો થયા હતા, જેને ફરી પાલિકાએ અહેવાલ બાદ નાકામ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...