તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દીન દયાળ પોર્ટના વિવાદાસ્પદ પુર્વ PROના ઘરનું વીજળીનું જોડાણ કપાયું

ગાંધીધામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલ કે ભાડુ ના ભરીને ડીસમીસ થયા પછી પણ કોલોનીમાં રહેતા કાર્યવાહી
  • એન્જિનીયરને જોઇ લેવાની ધમકી, બીજા પક્ષે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અરજી

દીન દયાલ પોર્ટન વિવાદાસ્પદ પુર્વ પીઆરઓ સંજય ભાટ્ટીના પોર્ટ કોલોનીમાં ઘરનું વીજજોડાણ રવિવારના સાંજે કાપી નખાયું હતું. ડીસમીસ થયા પછી પણ અનીધીકૃત રીતે પોર્ટ કોલોનીમાં રહીને લાઈટ બીલ પણ ના ભરતા આ પગલુ ભરાયું હોવાનું પોર્ટના સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે ડીપીટીના એ. એન્જીનીયર હાજરાએ કરેલી અરજી અનુસાર તેમના પરિવારને પુર્વ પીઆરઓ સંજય ભાટીએ આવીને જોઇ લેવાના વચન કહ્યા હતા. પોર્ટના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું કે આવું ત્યારે થયું જ્યારે 2018માં પ્રથમ સસ્પેંડ, પછી ટર્મીનેટ અને ત્યારબાદ ડીસમીસ થયા બાદ પણ પુર્વ પીઆરઓ પોર્ટ કોલોનીનું ઘર છોડતા નહતા, તેનું ભાડુ જે લાખોમાં થયું અને લાઈટબીલ જે 54 હજાર જેટલુ થયા પછી પણ ભરતા નહતા.

ક્નેક્શન કટ થયા બાદ ધુંધવાયેલા પુર્વ પીઆરઓએ એ. એન્જીનીયરના ઘરે જઈને તેમના પત્નીને તેના પતિને જોઇને લેવાની ધમકી આપી હતી. પોર્ટે ડીસમીસ થયા બાદ પણ અનધીકૃત રીતે રહેતા પુર્વ કર્મી વિરુદ્ધ લાલઆંખ કરીને સંદેશ પુરો પાડ્યો હતો. તો સામા પક્ષે પુર્વ કર્મી ભાટીએ બે અજાણ્યા શખ્સોએ તેમના ઘરનુ વિજ ક્નેક્શન કાપી ગયાની અરજી કરી હોવાનુ એ ડિવિઝન પોલીસ મથકના તપાસનીસ ગોપાલભાઈએ જણાવ્યું હતું. પીઆઈ ઝાલાએ અરજી આવી હોવાની અને કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...